એશિયા કપ 2018 સુપર ફોરના પોતાના અંતિમ મુકાબલામાં ભારત અને અફગાનિસ્તાની ક્રિકેટ ટીમ દુબઈના ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક બીજા સામ સામે છે. અફગાનિસ્તાનના કપ્તાન અસગર અફગાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ભારતની કપ્તાની મહેન્દ્દ સિંહ ધોની કરી રહ્યા છે. બીજી બાજુ ઝડપી બોલર દીપક ચાહર પણ આ મેચમાં ભારત માટે પોતાનુ ડેબ્યૂ કરી રહ્યા છે. કપ્તાન રોહિત શર્મા
શિખર ધવન ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આ ચારેયના સ્થાન પર ક્રમશ કેએલ રાહુલ મનીષ પાંડેય ખલીલ અહમદ અને સિદ્ધાર્થ કૌલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અફગાનિસ્તાને પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. સમીઉલ્લાહને ઈંશાનુલ્લાહને આ મેચમાં બહાર બેસાડીને નજિબુલ્લાહ અને જાવેદ અહમદીને અંતિમ અગિયારમાં તક આપી છે.