બંને મેચ સાંજે 5 વાગ્યાથી રમવાના છે. ટીમ ઈંડિયા હાલ પોતાના ખેલાડીઓના ઘાયલ થવાથી પરેશાન છે. સુપર ફોર રાઉંડ પહેલા હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર ઘાયલ થવાને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ચુક્યા છે. આ ત્રણેયના સ્થાન પર દીપક ચાહર, રવિન્દ્ર જડેજા અને સિદ્ધાર્થ કૌલને રિપ્લેસમેંટના રૂપમાં ટીમમા સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત સામે સૌથી મોટી દુવિદ્યા એ રહેશે કે રવિન્દ્ર જડેજા કે દીપક ચાહરમાંથી કોને સ્થાન મળવુ જોઈએ.
આ પ્રમાણેની શે ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવન -
ભારત - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, રવિન્દ્ર જડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
બાગ્લાદેશ - નજમૂલ હુસૈન, લિટન દાસ, શાકિબ અલ હસન, મુશફિકૂર રહીમ, મોહમ્મદ મિથુન, મહેમૂદુલ્લાહ, મોસાદેક હુસૈન, મહેંદી હસન, મુશર્રફ મુર્તજા, રુબેલ હુસૈન, મુસ્તફિજુર રહેમાન