Asia Cup 2018: રોહિત શર્માની કપ્તાની ઈનિગના દમ પર ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યુ

શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (00:17 IST)
ભારતે પોતાના હરફનમૌલા રમતના દમ પર શુક્રવારે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ એશિયા કપ-2018 ના સુપર 4 પ્રવાસ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવી દીધુ. ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 49.1 ઓવરમાં 173 રનમાં જ પેવેલિયન ભેગુ કરી દીધુ અને પછી સહેલાથી લક્ષ્યને 36.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી પણ લીધુ. ભારત માટે કપ્તાન રોહિત શર્માએ 104 બોલમાં પાંચ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી અણનમ 83 રનની રમત રમી. શિખર ધવને 47 બોલમાં ચાર ચોક્કા અને એક છક્કાની મદદથી 40 રન બનાવ્યા.  પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતાં હાર્દિક પંડયા બહાર થઈ ગયો હતો. તેના કારણે ભારતે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું હતું.
 
મેન ઓફ ધ મેચ બનેલો રવીન્દ્ર જાડેજા બાંગ્લાદેશને ભારે પડયો હતો. તેણે ચાર વિકેટ ઝડપીને બાંગ્લાદેશના મીડલ ઓર્ડરને રીતે ધ્વસ્ત કરી નાખ્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશે પોતાની ટીમમાં ફેરફાર કરતા મોમિનુલ હક અને અબુ હૈદરની જગ્યાએ મુશ્ફિકુર રહીમ અને મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાં સ્થાન આપ્યું હતું. બાંગ્લાદેશ ૧73માં ઓલ આઉટ થયું હતું.
ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહના ભાગ ત્રણ ત્રણ વિકેટ લીધા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર