લાંબા સમય પછી શ્રીલંકા ટીમમાં પરત ફરેલા લસિથ મલિંગા ઈંટરનેશનલ ક્રિકેટમાં જાણીતા બોલર છે. તેમને વિશ્વના સૌથી પ્રભાવાશાળી બોલર માનવામાં આવે છે. સતત ચાર બોલ પર ચાર વિકેટ લેનારા મલિંગા એશિયા કપમાં ચોક્કસ જ શ્રીલંકાની બોલિંગના પ્રમુખ બોલર રહેશે. મલિંગા દાવમાં પાંચ વિકેટ લેવાનુ કારનામુ સાત વાર કરી ચુક્યા છે.