Asia Cup 2018 date and time: જાણો ક્યારે અને કયા સમય પર થશે ભારતના મેચ

શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (15:24 IST)
એશિયા કપ શરૂ થવામાં માત્ર એક દિવસ બચ્યો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2 018ની પ્રથમ મેચ રમાવાની છે. એશિયા કપની બધી મેચ ભારતીય સમય મુજબ સાંજે 5 વાગ્યાથી રમાશે. એશિયા કપ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને હોંગકોંગની ટીમો ભાગ લઈ રહી છે. 

ચાલુ વર્ષે રમાનારા એશિયા કપનું આયોજન ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે.
 
પહેલા 12 ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ 2016માં તેન ટી-20 ફોર્મેટમાં બદલી દેવામાં આવી. એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન ભારત છે.

એશિયા કપ 2018નો કાર્યક્રમ આ પ્રમાણે છે 
 
ગ્રૂપ રાઉન્ડ
 
15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ V/s શ્રીલંકા (દુબઇ)
 
16 સપ્ટેમ્બર-પાકિસ્તાન V/s ક્વોલિફાયર (દુબઇ)
 
17 સપ્ટેમ્બર-શ્રીલંકા V/s અફઘાનિસ્તાન (અબુ ધાબી)
 
18 સપ્ટેમ્બર-ભારત V/s ક્વોલિફાયર (દુબઇ)
 
19 સપ્ટેમ્બર-ભારત V/s પાકિસ્તાન (દુબઇ)
 
20 સપ્ટેમ્બર-બાંગ્લાદેશ V/s અફગાનિસ્તાન (અબુ ધાબી)
 
સુપર ફોર
 
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (દુબઇ)
 
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (અબુ ધાબી)
 
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (દુબઇ)
 
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
 
25 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી વિજેતા (દુબઇ)
 
26 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ રનરઅપ V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
 
28 સપ્ટેમ્બર ફાઇનલ અબુ ધાબી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર