મેક્સિકો ફુટબોલર્સ હીરવિંગ લોનાજોએ રવિવારના રોજ મેચના 35 મિનિટે ગોલ નોંધાવ્યા એ સાથે જ હરીફ ટીમ જર્મનીનો 31 વર્ષ જૂના વિક્રમ તોડ્યો હતો. છેલ્લી સાત વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ જર્મનીએ છેલ્લા સાત વર્લ્ડ કપમાં ક્યારેય પ્રથમ મેચ ગુમાવ્યો નહતો. પરંતુ આ એક ગોલે જર્મનીનો વરસો જુનો રેકોર્ડ તોડી નાખ્યા એટલુ જ નહિં પણ ધરતી પણ ધ્રુજાવી નાખી!. રશિયાથી લાખો કિ.મી દુર મેક્સિકોમાં ફૂટબોલ લવર્સે પોતાના દેશની જીતથી એવા ખુશ થઇ નાચ્યા કે, શહેરની ધરતી પણ ધ્રુજવા લાગી જેને મેક્સિકો સિટીમાં સ્થિત બે સિસમિક સેન્સરે ધરતીમાં ધ્રુજારી રેકોર્ડ કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ જીયોલોજિકલ એન્ડ એટમોસ્ફેરિક રિસર્ચના વિભાગ SIMMSA એ આની પુષ્ટિ કરી છે.
ટ્વિટર પર આ માહિતી આપતા, SIMMSA એ જણાવ્યું હતું કે, "લોનાજોના નિર્ણાયક ગોલ કરતા રાજધાનીમાં મોટી સંખ્યામાં લોકોના કૂદવાથી કૃત્રિમ ભુકંપ આવ્યો."
આવુ પહેલીવાર નથી થયું -
ઉલ્લેખનિય છે કે, આવું પહેલી વાર નથી થયું કે લોકોના કૂદકાને કારણે ધરતી ધ્રુજવા લાગી હોય.ગયા વર્ષે પેરુએ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવા ન્યુઝીલેન્ડને 2-0થી હરાવ્યું હતું, 1982 બાદ આ પહેલી વખત થયું હતુ.જેથી જ્યારે દેશને આ ઉપ્લબ્ધી મળી ત્યારે ત્યાનાં ફેન્સ ખુશીથી એવા નાચ્યા કે ભુકંપની વૉર્નિગ આપતી એપ્પ Sismologia Chile પર વૉર્નિગ જાહેર કરવી પડી હતી.
આ લોકો છે ધરતી હલાવવા માટે કુખ્યાત
દુનિયામાં અમેરિકન રગ્બી ફ્રેન્ચાઇઝીસ સિએટલ સીહૉક્સના પ્રશંસકો જીતની ઉજવણી સાથે જમીનને હલાવવા માટે કુખ્યાત છે. જાન્યુઆરી 2011 માં ટીમની એક મેચ દરમિયાન ફેન્સે એવી ઉજવણી કરી કે ત્યાં 1-2 રિક્ટર સ્કેલ પર તીવ્રતાનો અનુભવાયો હતો. આ ઘટનાને 'બીસ્ટ કવેક' નામ આપવામાં આવ્યું હતું અને ત્યારથી તે સ્ટેડિયમ પેસિફિક નોર્થવેસ્ટ સિસમિક નેટવર્કના સંશોધનનો એક ભાગ બની ગયું છે.