ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના નામે મેદાનમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે. પણ દેશ્સના આર્થિક સહયોગમાં પણ કેપ્ટન કૂલનુ યોગદાન કંઈ ઓછુ નથી. આ રેકોર્ડ સૌથી વધુ ટેક્સ ભરવાનો છે. ઉલ્લેખનીય છે કે એમએસ ધોની આખા ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનારા વ્યક્તિ બની ગયા છે. ધોનીએ નાણાકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. બિહાર અને ઝારખંડમાં આટલો ટેક્સ ધોની સિવાય બીજા કોઈએ પણ નથી ભર્યો.
ફોર્બ્સના અંદાજા મુજબ વર્ષ 2015માં કેપ્ટન કૂલની નેટ વર્થ 111 મિલિયન ડોલર એટલે કે 765 કરોડ રૂપિયા હતી. એ વર્ષે ધોનીએ 217 કરોડ રૂપિયા કમાયા હતા. જેમાં 24 કરોડ રૂપિાય એમના પગારમાંથી અને બાકીના જાહેરાતોમાંથી આવ્યા હતા. આપ કદાચ નહી જાણતા હોય કે ઈન્ડિયન સુપર લિગમાં ધોનીની ફુટબોલની એક ટીમ છે અને હૉકી ઈન્ડિયા લિગમાં તેઓ રાંચી ટીમના સહ-માલિક છે. એટલું જ નહીં માહીએ ખુદની કપડાંની બ્રાન્ડ પણ શરૂ કરી છે. 2017માં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપડાની બ્રાન્ડ ‘સેવન’ શરૂ કરી હતી હવે તેઓ ખૂબ જલ્દી પોતાની એક હોટલ શરૂ કરી રહ્યા છે.