Navratri Kanya pujan 2021- વર્ષ મુજબ કન્યાનો મહત્વ જાણો કન્યા પૂજન કરતા પહેલા રાખશો આ વાતોંનુ ધ્યાન તો વર્ષભર બની રહેશે માતાની કૃપા
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (12:10 IST)
નવરાત્રિના સમયે નવ દિવસ સુધી નવ રૂપોની પૂજા-અર્ચના કરાય છે. નવમીના દિવસે કન્યાનો પૂજન અને જમણ કરવાથી માતા દુર્ગાનો આર્શીવાદ પ્રાપ્ત કરવા માટે વ્રત પણ રાખે છે. નવરાત્રિના સમયે અષ્ટમી અને નવમી તિથિનો ખાસ મહત્વ હોય છે. આ વખતે 13 ઑક્ટોબરને અષ્ટમી અને 14 ઑક્ટોબર નવમી તિથિ છે. નવમીના દિવસે કન્યાનો પૂજન અને જમણ કરવાથી માતા દુર્ગાનો આર્શીવાદ મળે છે. ચૈત્ર શુક્લની નવમી પર જ રામ નવમીનો પવિત્ર ઉત્સવ પણ ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબ આ દિવસ ભગવાન રામનો જન્મ થયો હતો. અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજનનો ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ કન્યા પૂજથી પહેલા કેટલીક જરૂરી વાતોં.
3થી 9 વર્ષની કન્યાઓનો પૂજન
ધાર્મિક માન્યતાઓ મુજબ કન્યાઓના રૂપમાં જ માતાજી ઘરમાં પ્રવેશ કરે છે. કન્યાઓને માતા દુર્ગાના સ્વરૂપ માનીને પૂજા અર્ચના કરાય છે. 3 થી 9 વર્ષની કન્યાઓનો કન્યા પૂજન કરવું જોઈએ. તે ઉમ્રની કન્યાઓને માતાનો સાક્ષાત સ્વરૂપ કહેવાય છે.
કન્યા પૂજનનુ મહત્વ
ધાર્મિક માન્યતાઓના મુજબ 9 કન્યાઓના પૂજન કરાય છે. દરેક કન્યાનો જુદો અને ખાસ મહત્વ હોય છે.
એક કન્યાના પૂજન કરવાથી એશ્વર્યની પ્રાપ્તિ હોય છેૢ
બે કન્યાઓના પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે.
ત્રણ કન્યાઓના પૂજન કરવાથી અર્થ, ધર્મ અને કામની પ્રાપ્તિ હોય છે.
ચાર કન્યાઓના પૂજન કરવાથી રાજ્યપદની પ્રાપ્તિ હોય છે.
પાંચ કન્યાઓના પૂજન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ હોય છે.
છ કન્યાઓના પૂજન કરવાથી છ પ્રકારની સિદ્ધિ પ્રાપ્તિ હોય છે.
સાત કન્યાઓના પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે.
આઠ કન્યાઓના પૂજન કરવાથી સુખ-સંપદાની પ્રાપ્તિ હોય છે.
નવ કન્યાઓના પૂજન કરવાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ હોય છે.
આ વાતોંની કાળજી રાખવી
કન્યાઓને શીરો, પૂડી અને ચણાનો પ્રસાદ ખવડાવો જોઈએ.
કન્યાઓને દક્ષિણા આપવું ન ભૂલવું. ધાર્મિક માન્યતાઓના મુજબ કન્યાઓને દક્ષિણા આપવાથી માતા દુર્ગા પ્રસન્ન હોય છે અને બધી મનોકામનાને પૂર્ણ કરે છે.