Masik Shivratri: માસિક શિવરાત્રિ પર રાશિ મુજબ કરો આ ઉપાય, બધી ઈચ્છાઓ થશે પુરી

ગુરુવાર, 21 ઑગસ્ટ 2025 (00:36 IST)
shravani shivratri
Bhadrapada Maas Masik Shivratri 2025: માસિક શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. તેના એક દિવસ પહેલા પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાની શિવરાત્રીનું વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી શાંતિ, સુરક્ષા, સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળે છે. ભક્તિ અને શ્રદ્ધાથી આ વ્રત રાખવાથી, જાણી જોઈને કે અજાણતાં કરેલા બધા પાપોનો નાશ થાય છે. આ ઉપરાંત, રાશિચક્ર અનુસાર કેટલાક ઉપાયો છે, જેના દ્વારા બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
 
મેષ - ધન લાભ માટે ભગવાન શિવને મિશ્રીનો ભોગ લગાવીને શં શંકરાય નમ: મંત્રનો જાપ કરો.   
વૃષ - પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે શિવલિંગ પર ગંગાજળમાં દૂધ નાખીને ચઢાવો અને ૐ મંત્રનો જાપ કરો.  
મિથુન - અભ્યાસ સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો શિવ ચાલીસાનો પાઠ કરો અને ચંદનનુ તિલક લગાવો. 
કર્ક -  ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે શિવલિંગ પર દહી અને મઘ નાખીને ચઢાવો અને આ મંત્રનો જાપ કરો. આ શં શંકરાય મમ સકલ જન્માન્તરાર્જિત પાપ વિઘ્વંસનાય 
સિંહ - ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે શિવલિંગ પર દહી અને મઘ મિક્સ કરીને ચઢવો અને આ મંત્રનો જાપ કરો - આં શં શંકરાય મમ સકલ જન્માંતરાર્જિત પાપ વિઘ્વંસનાય 
સિંહ - તમારા દુશ્મનોને માત આપવા માટે શિવલિંગ પર ઘી નો દિવો પ્રગટાવો અને આ મંત્રનો જાપ કરો - ૐ શં શં શિવાય શં શં કુરુ કુરુ ૐ  
કન્યા - તમારા ક્રોધને કંટ્રોલ કરવા માટે શિવ મંદિરમાં પંચામૃત કરો 
તુલા - ધન અને વૈભવમાં વૃદ્ધિ કરવા માંગો છો તો શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવીને આ મંત્રનો જાપ કરો - નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ન કારાય નમ: શિવાય  
વૃશ્ચિક - સક્સેસ મેળવવા માટે ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવીને સફેદ ફૂલ ચઢાવો 
ધનુ - પરેશાની દૂર કરવા માટે શિવ મંદિરમાં ચોખાનુ દાન કરો અને આ મંત્રનો જાપ કરો. યક્ષસ્વરૂપાય જટાઘરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ ય કરાય નમ: શિવાય 
મકર - બાળકો સાથે વિવાદને દૂર કરવા માટે શિવલિંગ પર નારિયળ ચઢાવો 
કુંભ - તમારી મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મઘ અને અત્તર અર્પિત કરી આ મંત્રનો જાપ કરો -શ્રી નીલકંઠાય વૃષ ધ્વજાય તસ્મૈ શિ કારાય નમ: શિવાય  
મીન - તમારી ઈનકમ વધારવા માટે શિવલિંગ પર ગાયનુ દૂધ ચઢાવીને આ મંત્રનો જાપ કરો - ઘગઘગઘગ જ્વલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચન્દ્ર શેખરે રતિ: પ્રતિક્ષણ મમ  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર