કોવિડને કારણે અભિનેતાનુ મોત, યૂસુફ હુસૈનનુ 73 વર્ષની વયે નિધન, જમાઈ હંસલ મેહતા બોલ્યા, આજે હુ સાચે જ અનાથ થઈ ગયો

શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:58 IST)
પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમણે શનિવારે (30 ઓક્ટોબર) સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં તેની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જો કે, તે કોરોના સામે જીવનની લડાઈ હારી ગયો. યુસુફના મૃત્યુની માહિતી, તેના જમાઈ અને નિર્દેશક હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે કહ્યું છે કે આજે હુ ખરેખર અનાથ થઈ ગયો છે. 

 
જીંદગી જીવંત હોત તો તે કદાચ તેમના જ રૂપમાં હોત 
 
હંસલ મહેતાએ પોતાના સસરા યુસુફ હુસૈનનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, "મેં શાહિદના 2 શેડ્યુલ પૂરા કર્યા હતા. ત્યારબાદ અમે ફસાય ગયા હતા. એક ફિલ્મ ડાયરેક્ટરના રૂપમાં મારુ કેરિયર લગભગ સંપૂર્ણ રીતે ખતમ થવાનુ હતુ ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને તેમણે મને કહ્યુ હતુ - મારી પાસે એક ફિક્સ્ડ ડિપોઝીટ છે અને આ મારા કોઈ કામની નથી. જો તમે પરેશાની હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારે તેમણે ચેક સાઈન કરીને મને આપી દીધો હતો. પછી મે શાહિદ પુરી કરી હતી. આવા હતા યૂસુફ હુસૈન. મારા સસરા નહી મારા પિતા. જો જીંદગી જીવંત હોત તો તે કદાચ તેમના જ રૂપમાં હોત. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર