તો શુ સુશાંતને જાણી ગયો હતો દિશાના મોતનુ રહસ્ય ? છ દિવસની તપાસમાં પટના પોલીસને મળ્યા અનેક પુરાવા

સોમવાર, 3 ઑગસ્ટ 2020 (19:31 IST)
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુંબઈમાં છ દિવસથી તપાસ કરી રહેલી પટના પોલીસને અત્યાર સુધીમાં ઘણા મહત્વના સંકેતો મળી આવ્યા છે. એસઆઇટી કડીઓ શોધી કાઢવાની કોશિશ
કરી રહી છે, તે તથ્યો જેના આધારે મુંબઈ પોલીસ પડદો નાખી રહી છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ એસઆઈટીને એ જાણ થઈ છેકે પૂર્વ સેક્રેટરઈ દિશાના મોતનુ સત સુશાંત જાણી ગયા હતા. મોત પહેલા દિશાએ સુશાંતને ફોન કરીને કંઈક બતાવી દીધુ હતુ.  ક્યાક તે અંગે તે કોઈને કહી ન દે. કદાચ આ જ ભયથી મુખ્ય આરોપી પોતાના માણસો દ્વારા તેને ડરાવી અને ધમકાવી રહ્યા હતો.  સૂત્ર મુજબ સુશાતના રૂમ પાર્ટનર સિદ્ધાર્થ પઠાનીને આ  બધા મુખ્ય રહસ્યો વિશે ઘણુ બધુ ખબર હતી.  કદાચ તેથી જ એસઆઈટી સિદ્ધાર્થ પિઠાનીના નિવેદનને નોંધવા માટે દરેક શક્ય કોશિશ કરી હતી. 
 
ફૂટેજ પણ ગાયબ 
 
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના પછી મુંબઈ પોલીસ અને આરોપીઓએ સુશાંતના બાંદ્રા સ્થિત સોસાયટી સહિત ફ્લેટમાં લાગેલસીસીટીવી કેમેરાના ફૂટેજ એક કાવતરાના ભાગ રૂપે જપ્ત કરી લીધા.  કદાચ આ જ કારણ છે કે પટના  એસઆઇટી ફૂટેજ સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા શોધી શકી  નથી. તેની ચોખવટ ખુદ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કરી છે.
 
પોસ્ટ મોર્ટમ ઉપર પણ ઉદ્ભવતા પ્રશ્નો
 
તપાસને લીધે, સ્તર-દર-સ્તરની પકડ ખુલી રહી છે. હવે સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સીબીઆઈ તપાસની માંગ કરનારા તમામ લોકોનું કહેવું છે કે નિયમિત પોસ્ટમોર્ટમ માટે સવારે 6. થી સાંજના સુધીનો સમય નક્કી છે. વિશેષ પરિસ્થિતિમાં જ મેજિસ્ટ્રેટના આદેશથી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પરંતુ બાંદ્રા પોલીસે તેની પરવા કર્યા વિના સુશાંતના મૃતદેહનું રાત્રે એકવાગ્યે પોસ્ટમોર્ટમ કર્યું હતું
 
એમ્બ્યુલેંસનો ડ્રાઈવર પણ ખોટુ બોલી રહ્યો છે 
 
 સુશાંતના મૃતદેહને  એમ્બ્યુલન્સ દ્વારા લઈ જતા ડ્રાઈવર અક્ષયકુમારનું નિવેદન ગળે ઉતરતુ નથી.  એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા એક ચેનલને અપાયેલ નિવેદન પોલીસ દબાણ હેઠળ અપાયુ હોવાનું જણાવાયું છે. નિવેદનમાં ડ્રાઈવરે કહ્યું હતું કે તેણે જ પંખા પર લટકી રહેલ સુશાંતના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.  પરંતુ આ શંકા હેઠળ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર