સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, “જ્યારે રિયાએ જોયું કે સુશાંત તેની વાત નથી માની રહ્યો અને તેનું બેંક બેલેન્સ પણ ઘટી રહ્યુ છે તો ત્યારે તેને લાગ્યુ કે સુશાંતનો હવે તેના કોઈ કામનો નથી. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તી 8 જૂન સુધી સુશાંત રાજપૂત સાથે રહી હતી. તે પછી, તે બધા રોકડ, ઝવેરાત, લેપટોપ, પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને તેનો પિન નંબર, સુશાંત માટે જરૂરી તમામ દસ્તાવેજો અને સારવારના તમામ કાગળો સાથે લઈને જતી રહી.