જે કાંકાણી હરણ શિકાર મામલે સલમાન ખાનને 20 વર્ષ પછી સજા સંભળાવી હતી. તેમા બે દિવસની અંદર જામીન મળી ગઈ. સેશન જજ(રૂરલ) રવિન્દ્ર કુમાર જોશીએ શનિવારે 3 વાગ્યે 25-25 હજારના જામીનખત પર સલમાનને જામીન આપી દીધી. જોશીનુ શુક્રવારે ટ્રાંસફર કરી દેવામાં આવ્યુ હતુ. પણ રિલીવ થતા પહેલા જ સલમાનને જામીન આપી દીધી. જોશીનુ શુક્રવારે ટ્રાંસફર કરી દેવામાં આવ્યુ હતુ. પણ રિલીવ થતા પહેલા તેમને સલમાનની સજા સસ્પેંડ કરી બેલ આપી દીધી. સમાચાર સાંભળતા જ કોર્ટ બહાર ઉભા રહેલા સલમાનના સમર્થકોએ ખુશી ઉજવવી શરૂ કરી દીધી. આશા છે કે સાંજે 5 વાગ્યા સુધી જામીનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને સલમાનને મુક્ત કરી દેવામાં આવશે.
સલમાનના વકીલને અંડરવર્લ્ડની ધમકી
- સલમાનના વકીલ મહેશ બોડાને અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીની ધમકી મળવાનો આરોપ છે. બોડાએ જણાવ્યુ કે ગુરૂવારે સાંજે ઈંટરનેટ કોલિંગ શરૂ થઈ. તેમને કોલ અટેંડ કર્યો નહી તો શુક્રવ્વારે સવારે 8 વાગ્યા સુધી 10 મેસેજ આવી ગયા. રવિ પુજારીના નામથી આવેલ મેસેજમાં લખ્યુ હતુ... સલમાનનો કેસ છોડી દે નહી તો મારી નાખીશુ. તેમણે પોલીસને આની ફરિયાદ કરી છે અને મેસેજની વિગત સોંપી દીધી.