જેલ એસપી વિક્રમ સિંહે જણાવ્યુ કે સલમાન ખાનને કોઈ વિશેષ સુવિદ્યાઓ નથી આપી. તેમને જેલમાં પોતાની રાત લાકડીના પલંગ, ધાબળો અને એક કૂલર સાથે વીતાવવી પડી. તેમને જેલનુ જ ખાવાનુ આપવામાં આવ્યુ. જો કે સૂત્રોનુ કહેવુ છેકે સલમાને જેલનુ ખાવાનુ ખાવાની ના પાડી દીધી. તેમને ખાવા માટે દાળ-રોટલી આપવામાં આવી હતી.