Viral - સપના ચૌધરીનો આ વીડિયો જોશો તો પ્રિયાની આંખોની મસ્તી ભૂલી જશો

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (10:52 IST)
હરિયાણવી ડાંસર અને સિંગર સપના ચૌધરી વર્તમન દિવસોમાં ખૂબ લાઈમલાઈટમાં આવી રહી છે. બિગ બોસ 11 ઘરમાં પોતાનો ડાંસ અને અદાઓથી ધમાકો કરનારી સપના વર્તમાન દિવસોમાં બહાર પણ ધમાકો  કરવાની તૈયારીમાં લાગી છે. અને તાજેતરમાં જ તેણે ધમાકો કરી પણ દીધો છે. વેલેંટાઈન ડે ના થોડા કલાક પછી સપના ચૌધરીએ પોતાના ફેંસને વેલેન્ટાઈન ભેટ પણ આપી છે. જી હા ગુરૂવારે સપનાનો એક નવો આઈટમ સોંગ લોંચ થયો છે.  તેમા સપના ટલ્લી તહીને બધાના હોશ ઉડાવતી જોવા મળી રહી છે.  બિગ બોસમાંથી બહાર આવીને સપના બોલીવુડમાં એંટ્રીની કોશિશ કરી રહી હતી. અને છેવટે તેને આ તક મળી ગઈ. ફિલ્મ વીરે દી વેડિંગમાં સપના આઈટમ નંબર કરતી જોવા મળી રહી છે. 
 
આઈટમ સોંગમાં જોવા મળશે 
સપનાનું આ આઈટમ સોંગ રજુ થઈ ગયુ છે અને ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. હટ જા તાઉ પાછે માં સપના ટલ્લી થઈને ઠુમકા મારતી જોવા મળી રહી છે. સપનાનુ આ ગીત ફેંસ માટે કોઈ ટ્રીટથી ઓછુ નથી.  ગીતનુ મ્યુઝિક અને વર્ડ્સ સાંભળીને તમે પણ નાચવા મજબૂર થઈ જશો. ઉલ્લેખનીય છે કે વીરે દી વેડિંગ હોળીના અવસર પર 2 માર્ચના રોજ રજુ થશે.  ફિલ્મમાં કરીના કપૂર, સ્વરા ભાસ્કર, પુલકિત સમ્રાટ, જિમી શેરગિલ મુખ્ય પાત્રમાં જોવા મળશે.  ફિલ્મમાં આ આઈટમ સોંગ સુનિધિ ચૌહાણે ગાયુ છે. 
 
સીબાઈમાં ફરિયાદ - પીએનબીએ સીબીઆઈ પાસે ગયા અઠવાડિયે એફઆઈઆર નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં પીએનબીએ ત્રણ હીરા કંપનીઓ ડાયમંડ્સ આર યૂએસ, સોલર એક્સપર્ટ અને સ્ટેલર ડાયમંડ્સનુ નામ લીધુ હતુ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર