OMG ! આ કારણે ખેડૂતે ખેતરમાં લગાવી લાલ બિકની પહેરેલ સની લિયોનીનુ પોસ્ટર..

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (16:44 IST)
. આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં એક ખેડૂતે પોતાના પાકની રક્ષા માટે એક અનોખી રીત અપનાવી છે. ખેડૂતે પાકને ખરાબ નજરથી બચાવવા માટે પોતાના ખેતરમાં બિકની પહેરેલ સની લિયોનીનુ એક પોસ્ટર લગાવ્યુ છે. આ અનોખી રીતે નેલ્લોર જીલ્લામાં બાંદાકિદિપલ્લી ગામના ખેડૂત એ.ચેંચૂ રેડ્ડીએ અપનાવ્યો છે. 
 
મુંબઈ મિરરની રિપોર્ટ મુજબ રેડ્ડીએ પાકને બરબાદ થતા બચાવવા માટે લાલ બિકની પહેરેલ સની લિયોનીના બે પોસ્ટર ખેતરના બંને કિનારે લગાવ્યા છે. આ પોસ્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.  આ પોસ્ટર પર તેલુગુમાં લખ્યુ છે, 'મારી અદેખાઈ ન કરશો'
 
ગામની પાસે રોડ કિનારે રેડ્ડીની 10 એકર જમીન છે. રેડ્ડી અહી શાકભાજી ઉગાડે છે. રિપોર્ટના મુજબ રેડ્ડીએ ખેતરમાં પોસ્ટર લગાવવા વિશે કહ્યુ, સની લિયોનીને લોકો પસંદ કરે છે. આવામાં લોકો પાકને નહી પણ સની લિયોનીને જુએ છે. તેનાથી મારો પાક ખરાબ નજરથી બચી જાય છે. તેનો ફાયદો મળી રહ્યો છે.  પાક સારો ઉતરી રહ્યો છે. 
 
ઘણા વર્ષોથી રેડ્ડીનો પાક બગડી રહ્યો હતો. રેડ્ડી કહે છે મને લાગે ક હ્હે કે રોડ કિનારે ખેતર હોવાથી દરેક આવતા જતા લોકોની નજર પાક પર પડે છે.   કેટલીક ખરાબ નજરને કારણે પાક બગડી જાય છે.  
 
પાકને બરબાદ થતા બચાવવા માટે રેડ્ડીએ અનેક ઉપાય કર્યા પણ દરેક વખતે તે નિષ્ફળ રહ્યા. ત્યરબાદ રેડ્ડીને તેમના મિત્રએ સની લિયોનીનુ પોસ્ટર લગાવવાની સલાહ આપી રેડ્ડી કહે છે કે તેઓ સની લિયોનીના ફેન નથી. પણ મિત્રના કહેવાથી તેમણે આનો અમલ કર્યો અને પરિણામ જોઈને તેઓ ચકિત થઈ ગયા.  હવે દરેક આવતા જતા લોકો ફક્ત સની લિયોનીને જુએ છે. મારા પાક તરફ લોકોની નજર નથી જતી. હવે મારો પાક સારો ઉતરી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર