કપિલ શર્માની સાથે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી ઈ-મેલ આવ્યો.
છેલ્લા કેટલાક દિવસોથી સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો, ત્યારબાદ હવે પ્રખ્યાત કોમેડિયનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના સિવાય અન્ય ઘણા દિગ્ગજ સ્ટાર્સને પણ પાકિસ્તાનના ઈમેલ આઈડી પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
16 જાન્યુઆરી, 2025ના રોજ સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હતો જેમાં તે ઘાયલ થયો હતો. જોકે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે પોલીસે સતર્ક બનીને તપાસ શરૂ કરી છે.
કપિલ ઉપરાંત સુગંધા મિશ્રા, રાજપાલ યાદવ અને રેમો ડિસોઝાને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. જી હા, આ સમાચાર સામે આવ્યા બાદ મનોરંજન જગતમાં ફરી એકવાર સનસનાટી મચી ગઈ છે.