ગ્રીનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નોંધાયેલુ છે Kapil Sharma નુ નામ, શુ તમે જાણો છો તેમની સાથે જોડાયેલા 10 ઈંટ્રેસ્ટિંગ ફેક્ટ્સ

મંગળવાર, 2 એપ્રિલ 2024 (11:04 IST)
Kapil Sharma Birthday : લોકોને પોતાના જોક્સ પર હસવા માટે મજબૂર કરનારા અભિનેતા-કોમેડિયન કપિલ શર્મા, એ નામ છે જેન ભારતનો દરેક બાળક ઓળખે છે.  સ્ટેંડઅપ કોમેડીથી અભિનેતા સુધીની તેમને યાત્રા નક્કી કરનારા કપિલ શર્મા (Kapil Sharma) આજે કોઈ બોલીવુડ સ્ટારથી કમ નથી. આજે 2 એપ્રિલ ના રોજ કપિલ શર્માપોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.  આ અવસર પર તેમના ફેંસ તેમને સોશિયલ મીડિયા પર ઢગલો મેસેજ મોકલી રહ્યા છે.  કોમેડીના બાદશાહ કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર રાજ કરી રહ્યા છે. પણ તેમના જીવનમાં એક એવો પણ સમય આવ્યો જ્યારે સફળતાની ખુમારીને કારણે તેઓ રસ્તો ભટકી ગયા હતા. પણ આજે અમે તમને કપિલ શર્મા વિશે 10 ઈંટ્રેસ્ટીંગ ફેક્ટ બતાવી રહ્યા છીએ. જેમના વિશે કદાચ જ તમે જાણતા હશો. 
 
1 હાલમાં દેશના સૌથી મોટા ટેક્સ પેયર્સમાંથી એક  કપિલ શર્મા એક સમયે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારના હતા.

2 2007માં તેમણે કોમેડી શો માં ભાગ લીધો હતો અને  'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' જીત્યા બાદ તેમનુ  નસીબ બદલાઈ ગયું.
 
3 કપિલ શર્માએ મનોરંજન ઉદ્યોગમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને વિવિધ પ્લેટફોર્મ પર જોક્સ સંંભળાવીને  દર્શકોને હસાવ્યા હતા.
 
4  કપિલ શર્માએ તેમ હિટ શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું. શો તેના કોમિક ટાઈમિંગ અને શાનદાર જોક્સને કારણે ટૂંક સમયમાં જ પ્રેક્ષકોનો પ્રિય બની ગયો.
 
5 કપિલ શર્માનું સાચું નામ કપિલ પુંજ છે અને તે તેની માતા જનક રાનીની ખૂબ નજીક છે. તેમના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા પરંતુ કેન્સર સામે લડ્યા બાદ તેમનું અવસાન થયું હતું.
 
6. કપિલના ભાઈ અશોક કુમાર શર્મા પણ પોલીસ કાંસ્ટેબલ છે. તેમની બહેન પૂજા પવન દેવગન છે. જેમના હવે લગ્ન થઈ ચુક્યા છે. કપિલ અમૃતસરના રહેનારા છે અને કપિલે તેમનો સ્કુલનો અભ્યાસ અને કોલેજનો અભ્યાસ શહેરમાં જ કર્યો. 
 
7. કપિલ શર્મા ભલે કોમેડીની દુનિયામાં સફળ હોય પણ તેઓ અસલમાં સિંગર બનવા માંગતા હતા અને પોતાનુ સપનુ પુરૂ કરવા માટે મુંબઈ આવ્યા. તેમણે ટીવી શો સ્ટાર યા રોકસ્ટારમાં વાઈલ્ડકાર્ડ એંટ્રી લીધી હતી. 
 
8. કપિલ શર્માનુ નામ 2012માં ફોર્બ્સ ઈંડિયા સેલિબ્રિટી લિસ્ટમાં 69ના સ્થાન પર હતુ અને 2016મા તેમની સેલિબ્રિટી 100 લિસ્ટમાં 11મા સ્થાન પર રહ્યા. 
 
9. સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાનને સ્વીકાર કરવા માટે સપ્ટેમ્બર 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.  
 
10 ઘણા સમય સુધી કપિલ શર્મા અને વિવાદોનો પણ પતંગ-દોરા જેવો સાથ રહ્યો છે. ફ્લાઈટમાં કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે ઝગડો થઈ ગયો હતો અને કથિત રૂપે કપિલે સુનીલ પર જૂતુ ફેંકીને માર્યુ હતુ 
 
11. કપિલ શર્માએ એક નૉન-ફિક્શન ટીવી શો માટે હાઈએસ્ટ ટીઆરપી રેટિંગ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનુ નામ નોધાવનારા એક માત્ર ભારતીય કલાકાર છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર