ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (13:10 IST)
આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો વિસજર્ન માટે નીકળી પડ્યા છે. તેના એક દિવસ પહેલા એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન લાલ બાગના રાજામાં સ્થાપિત ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા 
 
અહી એશ્વર્યા લાલ રંગની સાડી પહેરીને પહોંચી હતી. જે ખુદ દેવીથી ઓછી નહોતી લાગતી. એશ્વર્યાનો મેકઅપ પણ લાલ હતો. સાથે જ લાલ બિંદી તેમની સુંદરતા વધારી રહી હતી. 
લાખોની ભીડમાં એશ્વર્યાનો ચાર્મ જુદો જ જોવા મળી રહ્યો હતો. અગાઉ એશ્વર્યા જ્યારે ગણપતિ દર્શન માટે પહોંચી તો તેની પુત્રી આરાધ્યા તેમની સાથે હતી પણ ત્યારે અભિષેક સાથે નહોતો. 
 
ઉલ્લેખનીય છે કે આખુ બચ્ચન પરિવાર ભગવાન પર ખૂબ વિશ્વાસ કરે છે.  ખાસ કરીને એશ્વર્યા આ વખતે ગણપતિ પર્વ પર દર્શન માટે નીકળે છે. 
 
એશ્વર્યા દર વર્ષે લાલ બાગના રાજાના ગણપતિ દર્શન માટે જાય છે. આ વખતે તે ફક્ત અભિષેક સાથે પહોંચી. પણ તેનુ લુક એટલુ સુંદર હતુ કે લોકો ગણ્પતિને બદલે તેને જ જોઈ રહ્યા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર