Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

શનિવાર, 26 એપ્રિલ 2025 (18:17 IST)
akhatrij

Akshaya Tritiya Wishes 2025: આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષના અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે અક્ષય તૃતીયાના દિવસે ધાતુઓ લાવવામાં આવે છે, ત્યારે દેવી લક્ષ્મી પણ તેની સાથે આવે છે. આ દિવસે લગ્ન, શુભ કાર્ય અને ખરીદી માટે શુભ સમય છે. તેથી, અક્ષય તૃતીયા નવા કાર્યની શરૂઆત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ, બુધવારના રોજ આવી રહી છે. અક્ષય તૃતીયાના દિવસે મેળવેલું પુણ્ય ક્યારેય વ્યર્થ જતું નથી. તમે આ ચિત્રો અને સંદેશાઓ દ્વારા તમારા મિત્રો, પરિવાર અને પ્રિયજનોને અક્ષય તૃતીયાના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પણ મોકલી શકો છો.
 
1. શુભ અવસર પર શુભ સંદેશ 
શુભ દિવસની શરૂઆત છે ખાસ 
આ અક્ષય તૃતીયા પર 
ભગવાન વિષ્ણુનો થાય ઘરમાં વાસ 
અખા ત્રીજની શુભ કામનાઓ 
 
2. સોના જેવી ચમકે કિસ્મત 
   માતા અન્નપૂર્ણાનો મળે આશીર્વાદ 
   માતા લક્ષ્મી આવે તમારે દ્વાર 
  બધા કષ્ટ મટી જાય, ધન વૈભવ મળે અપાર 
  હેપી અક્ષય તૃતીયા 2025  
 
3. દરેક કાર્ય પુરુ થાય, કોઈ સપનુ અધૂરુ ન હોય 
   ધન-વૈભવ અને પ્રેમથી ભરેલુ  તમારુ જીવન 
   ઘરમાં થાય માતા લક્ષ્મીનુ આગમન 
    અક્ષય તૃતીયા 2025 ની શુભકામનાઓ 
       
4. હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે 
   દરેક પ્રકારના સંકટોનો નાશ થાય  
   પ્રગતિનો તમારા માથા પર તાજ રહે 
   હંમેશા તમારા ઘરમાં સુખ-શાંતિ 
   અને સૌભાગ્યનો વાસ રહે 
  તમને અક્ષય તૃતીયાની મંગલમય શુભેચ્છા 
   
5. દરેક કામ પુરૂ થાય, કોઈ સપનુ ન રહે અધુરુ  
 ધન ધાન્ય અને પ્રેમથી ભરેલુ રહે જીવન 
   ઘરમાં થાય લક્ષ્મીનુ આગમન  
   અક્ષય તૃતીયા 2025 ની શુભકામના  
 
 
6 આ અક્ષય તૃતીયા પર 
  તમને  એ બધી ખુશી મળે
  જેની તમને ઈચ્છા કરી છે 
  તમને અને તમારા પરિવારને 
   અક્ષય તૃતીયાની શુભેચ્છા 
 
7. દિલથી દિલ મિલાવતા રહો 
   અમારી ઘરે આવતા-જતા રહો 
   અક્ષય તૃતીયાનો પાવન તહેવાર છે 
   ખુશીઓના ગીત ગાતા રહો 
   હેપી અક્ષય તૃતીયા 2025 
 
8. માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે 
   દરેક કોઈ તમારી પાસેથી લોન લેવા તરસે 
   માતા રાની તમને આપે એટલુ ધન 
   કે તમે ચિલ્લર માટે તરસો 
  અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા 
 
9. સફળતા પગે પડતી રહે 
   ખુશીઓ આસપાસ ફરતી રહે 
   ધનનો રહે સદા ભર્યો ભંડાર 
   મળે સૌ સ્નેહીજનોનો પ્રેમ 
 હેપી અક્ષય તૃતીયા 2025 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર