Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ
બુધવાર, 23 એપ્રિલ 2025 (16:14 IST)
Akshaya Tritiya 2025 Daan : અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલના રોજ છે. અક્ષય તૃતીયા પર સોનાનુ દાન કરવાને ખૂબ જ પુણ્યનુ કામ માનવામાં આવે છે. પરંતુ મોંઘવારીના જમાનામાં એક લાખ રૂપિયાની કિમંતને પાર કરી ચુકેલ સોનુ દાન કરવુ લગભગ અશક્ય છે. આવામાં શાસ્ત્રોમા કેટલીક વસ્તુઓના દાનને સુવર્ણદાન જેટલુ જ પુણ્યકારી અને ફળદાયી માનવામાં આવે છે. આવો જાણીએ અક્ષય તૃતીયા પર કંઈ 5 વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.
અખાત્રીજના પહેલાથી જ સોનાનો ભાવ એક લાખ રૂપિયાની કિમંતને પાર કરી ગયો છે. આવામાં અખાત્રીજના દિવસે સોનુ ખરીદવુ કે દાન કરવુ કોઈ સપનાથી ઓછી નથી લાગતુ. કિમંતના મામલે સોનાએ પોતાના બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. બીજી બાજુ ધાર્મિક માન્યતા છે કે અક્ષય તૃતીયા પર સોનુ દાન કરવાથી મળનારુ પુણ્ય અક્ષય થઈ જાય છે પણ તમને નિરાશ થવાની જરૂર નથી. કારણ કે પુરાણોમાં કેટલીક વસ્તુઓ એવી છે જેનુ દાન કરવુ સુવર્ણ દાન કરવા બરાબર જ કહેવાય છે. આવો જાણીએ અખાત્રીજ પર કંઈ 5 વસ્તુઓનુ દાન કરવુ સુવર્ણદાન ના બરાબર જ મનાય છે.
અક્ષય તૃતીયા પર કરો અનાજનુ દાન
અક્ષય તૃતીયા પર અનાજ દાન કરવુ ખૂબ પુણ્યકારી કામ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કોઈ ભૂખ્યા વ્યક્તિનુ પેટ ભરવુ સૌથી મોટુ પુણ્યનુ કામ માનવમાં આવે છે. પૌરાણિક કથાઓમા જે વ્યક્તિ પોતાના જીવનમાં અનાજનુ દાન કરે છે. તેને પરલોક ગયા પછી પણ કોઈપણ પ્રકારની પરેશાની થતી નથી. અન્નનુ દાન અક્ષય હોય છે.
અક્ષય તૃતીયા પર દાન કરો ગોળ
અખાત્રીજ પર ગોળ દાન કરવાને ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગોળ નુ દાન કરવાથી ભાગ્ય મજબૂત થાય છે. કારણ કે સૂર્યદેવની કૃપાથી કોઈ વ્યક્તિનુ ભાગ્ય પ્રબળ થાય છે. શાસ્ત્રોમાં ગોળ દાન કરવાનુ ફળ સુવર્ણ દાન કરવા બરાબર જ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા પર દાન કરો જળથી ભરેલુ માટલુ
જળને જીવન કહેવામાં આવે છે. જળ વગર જીવન શક્ય નથી. તમે જો અક્ષય તૃતીયા પર સોનુ દાન કરવા માંગતા હતા પણ વધેલી કિમંતને કારણે તમે તમારો ઈરાદો બદલી નાખ્યો છે તો તમે માટીના ઘડામાં જળ ભરીને પણ દાન કરી શકો છો. જળ દાનનુ પુણ્ય પણ સુવર્ણ બરાબર માનવામાં આવે છે.
અખાત્રીજ પર દાન કરો સેંધા લૂણ
અક્ષય તૃતીયા પર સેંધા લૂણ દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. કારણ કે સેંધા લૂણનો સંબંધ ભૌતિક સુખ-સુવિદ્યાના સ્વામી શુક્ર ગ્રહ સાથે છે. બીજી બાજુ મીઠુ સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. તેથી મીઠાનો સંબંધ માતા લક્ષ્મી સાથે પણ છે. આ દિવસે સેંધા લૂણ ખરીદવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
અક્ષય તૃતીયા પર દાન કરો વસ્ત્ર
અક્ષય તૃતીયા પર વસ્ત્ર દાન કરવાને પણ ખૂબ શુભ માનવામાં આવે છે વસ્ત્રને મૂળભૂત જરૂરિયાતોમાંથી એક માનવામાં આવેછે. અક્ષય તૃતીયા પર વસ્ત્ર દાન કરવાથી પણ સુવર્ણદાન જેટલુ જ ફળ મળે છે. ખાસ કરીને પીળા અને લાલ રંગના વસ્ત્ર દાનમાં આપી શકો છો.