અખાત્રીજ પર ભૂલથી પણ ન કરશો આ કામ
ન કરશો આ કામ - અક્ષય તૃતીયા પર કોઈપણ પ્રકારના ખોટા કાર્ય જેવા કે ચોરી, ખોટુ બોલવુ કે જુગાર વગેરે કરવા ન જોઈએ. આ કાર્યો કરવાથી ઘરમાંથી બરકત જતી રહે છે. જીવનમાં લાંબા સમય સુધી ખરાબ પરિણામ ભોગવવા પડે છે. ઝગડા કે વિવાદથી બચવુ જોઈએ. આ દિવસે વડીલોનુ અપમાન કરવાથી માથા લક્ષ્મી રિસાય જાય છે.
સફાઈ ક્યા સમયે કરવી - અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ સાંજે ઝાડુ ન લગાવશો. ઝાડૂમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સાંજ પછી ઘરમાં ઝાડુ લગાવવી અશુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ દિવસે ઘરમાં ગંદકી ન કરો. જે ઘરમાં ગંદકી રહે છે ત્યા ધનની દેવી લક્ષ્મી પ્રવેશ કરતી નથી આ દિવસે સાફ સફાઈ ન કરવાથી ઘરમા નેગેટિવિટી અને દુર્ભાગ્યનુ આગમન થઈ શકે છે. સવાર પછી અને સૂર્યાસ્ત પહેલા જ સફાઈ કરી લો. સાંજે ઘરના ઉંબરે બેસવુ ન જોઈએ.
અન્નજળ - અક્ષય તૃતીયા પર તમારા ઘરના દરવાજા પર કોઈ ગરીબ, ભિખારી કે પશુ પક્ષી આવે તો તેમને અન્ન-જળ વગર જવા ન દો. આવુ કરવાથી કમાયેલા ધનનુ પુણ્ય ફળ મળતુ નથી. માતા લક્ષ્મી રિસાય જાય છે અને દુર્ભાગ્ય પીછો નથી છોડતી