Akshaya Tritiya 2025 Date, હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનુ વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ વૈશાખના મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ અખાત્રીજનો તહેવાર ઉજવાય છે. જેને અબૂજ મુહૂર્તોમાંથી એક માનવામાં આવે છે. આવામા આ દિવસે વગર કોઈ મુહૂર્તના રોજ શુભ અને માંગલિક કાર્ય કરી શકે છે. તેનાથી તમને ખૂબ લાભ મળી શકે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાન, યજ્ઞ જપ કરવાની સાથે મા લક્ષ્મી અને કુબેરજી ની પૂજા કરવાનુ વિશેશ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ દિવસે સોનાચાંદી ખરીદવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે તૃતીયા તિથિ બે દિવસ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને થોડુ કન્ફ્યુજન છે. આવો જાણીએ અખાત્રીજની સાચી તારીખ, ધાર્મિક મહત્વ અને સોના-ચાંદી સહિત અન્ય વસ્તુઓની ખરીદીનુ શુભ મુહુર્ત.
અક્ષય તૃતીયા 2025 તારીખ અને શુભ મુહુર્ત (Akshaya Tritiya 2025 Date and Shubh Muhurat)
વૈદિક પંચાગ મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 05 વાગીને 31 મિનિટથી શરૂ થશે અને આગલે દિવસે એટલે કે 30 એપ્રિલના રોજ બપોરે 02 વાગીને 12 મિનિટ પર તિથિ ખતમ થશે. સનાતન ધર્મમાં સૂર્યોદય તિથિનુ વિશેષ મહત્વ છે. આવામાં આ વખતે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવાશે. અખાત્રીજના દિવસે પૂજા કરવાનુ શુભ મુહુર્ત સવારે 05 વાગીને 41 મિનિટથી લઈને બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી છે. આ દરમિયાન કોઈપણ સમય સાધક પૂજા-અર્ચના કરી શકે છે.
બ્રહ્મ મુહૂર્ત - સવારે ૦4:15 થી ૦4:58 સુધી
અભિજીત મુહૂર્ત - કોઈ નહીં
વિજય મુહૂર્ત - બપોરે ૦2:31 થી ૦3 :24 વાગ્યા સુધી