મંગળવારના સુવિચાર - Tuesday Quotes in Gujarati

મંગળવાર, 8 જુલાઈ 2025 (14:39 IST)
Tuesday Quotes
 
1. ભાગ્યશાળી એ નથી હોતો 
   જેને બધુ સારુ મળે છે પણ 
   એ હોય છે જેને જે મળે તેને 
    સારુ બનાવી લે છે.. 
    શુભ મંગળવાર... સુપ્રભાત 
 
 
2. સારી 'ભૂમિકા' સારો 'વ્યવ્હાર' અને 
   સારા 'વિચારવાળા' લોકોને 
   હંમેશા યાદ કરવામાં આવે છે 
  'મનમાં' પણ... 'શબ્દોમાં' પણ અને 
  'જીવનમાં' પણ.. 
   આપનો આજનો દિવસ શુભ રહે 
 
3. કોઈએ શુ સરસ કહ્યુ છે 
   અકડ તો સૌની અંદર હોય છે 
   નમતુ એ જ લે છે જેને 
   સંબંધોની કદર હોય છે 
   સુપ્રભાત 
 
 
4. કોઈને આગળ વધતો 
   જોઈને જો તમે ખુશ થાવ છો તો 
   તમે ખરેખર એક સુંદર 
   વ્યક્તિ છો  !! 
 
5. બોલતા બધાને આવડે છે 
   કોઈની જીભ બોલે છે 
   કોઈનો ઈરાદો બોલે છે 
   કોઈનો સમય બોલે છે 
   કોઈનો પૈસો બોલે છે 
   કોઈનો દબદબો બોલે છે 
   અને જીવનના અંતમાં 
   ઉપરવાળાના દરબારમાં 
   માણસના કર્મ બોલે છે 
   શુભ મંગળવાર  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર