કેન્સર સર્વાઈવ્સ મહિલાઓ માટે યોજાયો અનોખો ફેશન શો, સમાજને આપ્યો સંદેશો

સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (11:30 IST)
: રવિવારે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ઉપક્રમે એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડેલ્સ નહીં, ફિલ્મ સ્ટાર્સ નહીં, પણ વાસ્તવિક જીવનમાં કેન્સરથી ઉગરી ગયેલા વિવિધ વયજૂથના સર્વાઈવર્સ સામેલ થયા હતા. તેમાં સામેલ થનાર સ્પર્ધકોએ અનાયા બુટીક દ્વારા ડિઝાઈન કરાયેલા વસ્ત્રો પહેરીને આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વૉક કરી હતી. તેમની આવી ભાવનાના કારણે જ તે કેન્સરની સ્થિતિ પાર કરીને જીવી શક્યા છે.

આ શોને ખરેખર ફેબ્યુલસ ફોરએવર 2020 તરીકે ઓળખવામાં આવે છે. તેનો સિધ્ધાંત “જીવનમાં વર્ષ ઉમેરવા અને વર્ષોમાં જીવન ઉમેરવું!” એવો રાખવામાં આવ્યો હતો. આ શો દ્વારા સમાજને એવો હકારાત્મક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે કે જો બ્રેસ્ટ કેન્સરનું નિદાન વહેલુ થાય અને સારવાર કરવામાં આવે તો સાજા થઈ જવાય છે.

આ પ્રસંગે વાત કરતા બ્રેસ્ટ કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો. ડી. જી. વિજયે જણાવ્યું હતું કે “કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાં બ્રેસ્ટ કેન્સર સામે વિજય મેળવનાર, તેમના પરિવારો, તેમના કેર ગીવર્સ અને આ ઉદ્દેશ માટે રેમ્પ વૉક કરનાર સેલિબ્રીટીઝનો સમાવેશ થાય છે.” આ સાથે કેટલીક સેલિબ્રિટીએ પણ વોક ફોર ધ કોઝ કર્યું હતું. આ પ્રકારના પ્રોગ્રામનો હેતુ સમાજમાં એવો સંદેશો આપવાનો રહ્યો હતો. જેમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન વહેલી તકે થાય તો મટી પણ શકે અને સ્ત્રીઓ વધુ લાંબુ જીવન જીવી પણ શકે છે.


આ ફેશન શૉમાં કેન્સરને હરાવીને નવું જીવન મેળવી બીજાને પ્રેરણા આપતી મહિલાઓમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો. ફેશન શૉમાં ડોટર મધરની પણ થીમ હતી જેમાં અન્ય સર્વાઈવ મધરે તેમની ડોટર સાથે કેટ વોક કર્યું હતું. મહિલાઓએ ફેશન શૉ માટે ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી. એચસીજી દ્વારા દર વર્ષે કેન્સર સર્વાઈવર મહિલાઓને આ રીતે એક સ્ટેજ પર ગેધરીંગ કરવામાં આવે છે પરંતુ આ એક અનોખો અને સફળ પ્રયોગ રહ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર