પેન એક્સ્પો 2020: અહીં જોવા મળશે 300થી લઈને રૂપિયા 3 લાખ સુધીની પેનો

શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (14:17 IST)
તમારા ખિસ્સામાં પેન રાખવાથી તમારા વિચારો કાગળમાં ડીકોડ થાય છે. ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટર્સ ભારતના તમામ પેન પ્રેમીઓ માટે પેન એક્સ્પો 2020 લઇને આવી રહ્યું છે. આ એક્સ્પો 7થી9 ફેબ્રુઆરી સીમા હોલ, પ્રહલાદ નગર, અમદાવાદ ખાતે યોજાશે.
 
પેન એક્સ્પો 2020 મેગા પેન કાર્નિવલમાં ટ્રેડ મેળાઓ, ફાઉન્ટેન પેન ફેસ્ટિવલ્સ અને વૈશ્વિક ડિસ્ટ્રિબ્યુટર્સ એક પ્લેટફોર્મ પર જોવા મળશે, જેમની સાથે સાથે પેન ઇન્ડિયાના પેન પ્રેમીઓ, સંગ્રહકર્તાઓ, વેપારીઓ, ડીલરો અને લેખન ઉત્સાહ સાથે જોડાયેલા તમામ લોકોનો મેળાવડો જામશે.
 
ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા આયોજિત પેન એક્સ્પો 2020 એ એક મેગા પેન કાર્નિવલ છે જેમાં વિશ્વની શ્રેષ્ઠ પેન એક છત નીચે જોવા મળશે. જેમાં ઓછી કિંમતની પેનો તેમજ હાઈ રેન્જમાં રૂપિયા 300થી લઈને રૂપિયા 3 લાખ સુધીની પેનો જોવા મળશે. 
 
ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટરએ આ યાત્રા અમદાવાદથી શરૂ કરી છે જે યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વિશ્વ વારસો ધરાવતું શહેર છે.  આ તેના એક પ્રકારનો પેન શો છે અને આવનારા વર્ષોમાં આવનારા દરેક પેન એક્સ પોને વધારે સારી બનાવવાનો પ્રયત્ન કરે છે.
પેન એક્સ્પો 2020 ના આયોજક શ્રી તુષાર વાઘેલા અને તેમની પૂરી ટીમે જણાવ્યું હતું કે " આપણી આજુ બાજુ ઘણા પ્રદર્શનો જોવા મળે છે પરંતું પેન એક્સ્પો પોતાનામાં કંઇક અનોખું છે. જેના તમે એક સાક્ષી થવા જઇ રહ્યા છો જ્યાં 13 દેશોની 50થી વધુ બ્રાન્ડ્સ એક જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવશે. તે પેન પ્રેમીઓ માટે એક મોટી તક છે એવા લોકો માટે કે જેઓ અલગ અલગ પેનનો ઉપયોગ કરવામાં માને છે તેમજ લેખનને વધારે સારી રીતે બનાવવામાં પ્રયત્નશીલ છે.
 
પેન એક્સ્પો 2020 દરેક માટે કંઈક નવું જેમાં અન્ય બાબતોનો પણ સમાવેશ કરાયો છે. તેમાં ક્લાસિક અને આધુનિક સમયના પ્રીમિયમ લેખન સાધનોની પ્રભાવશાળી સિરીઝ હશે. બાળકો માટે, ત્યાં પુષ્કળ પ્રવૃત્તિ હશે જેમાં વડીલો પણ ભાગ લઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર