- અધિક માસ માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે. આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે. પુરાણો અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમરતાનું વરદાન માંગ્યું. અમરતાનું વરદાન માંગવું પ્રતિબંધિત છે, એટલા માટે બ્રહ્માજીએ તેને કોઇ પણ અન્ય વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે તેને સંસારનો કોઇ નર, નારી, પશુ, દેવતા અથવા અસુર મારી ન શકે. તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે. જ્યારે તે મરે ત્યારે ન દિવસ હોય કે ન રાત.