વ્રતનો મહિમા : કયા વ્રત કેવી રીતે ઉજવાય છે, જાણો વ્રત કરવાનું રહસ્ય
મંગળવાર, 23 જુલાઈ 2019 (13:22 IST)
અષાઢ અને શ્રાવણ માસ એટલે વ્રતોની હાર....માળાનો પ્રારંભ અષાઢ સુદ અગિયારસ એટલે દેવપોઢી એકાદશીથી વ્રતોની શરૂઆત થઈ જાય છે. ગૌરીવ્રતથી પછી જાગરણના વ્રત આવશે.આ દરેક વ્રત આપણી પરંપરાનો એક ભાગ છે. જે યુગ-યુગથી ચાલી આવેલી પ્રથા છે.જેમાં કાળ-ક્રમે ફેરફાર થતો રહે છે.પરંતુ ‘વ્રતી 'રહેવાની પ્રણાલી હજુ પણ જળવાઇ રહી છે.
હિંદુસમાજના લોકધર્મમાં વ્રતકથાઓનું અનોખું સ્થાીન છે.શ્રધ્ધાવપૂર્વક વ્રત કરનારનું કલ્યામણ થાય છે.તેની ઉપેક્ષા, નિંદા અથવા તિરસ્કાસર કરનારને પ્રભુનો દંડ મળે છે.તેવી અનેક પ્રણાલિકાઓ ઉપર કથાઓ જન્મે લી હોય છે.
વ્રત એટલે શું? વ્રતનો સાધારણ અર્થ છે નિયમ આ નિયમ કેવો છે? સાધારણ નહિ જ પાક્કો નિયમ આરાધના, ભકિત-પુણ્યોનું સાધન-ઉપવાસ આદિ નિયમ વિશેષ, યજ્ઞ-અનુષ્ઠાલન, કર્મ આ બધા વ્રતના અર્થ છે.
આજથી એક-દોઢ દાયકા પહેલા વ્રત રાખવાના હેતુઓ અલગ હતા, મહિલાઓ- યુવતીઓ પોતાના પરિવારના સભ્યો , બાળકોના સારા-સ્વાસ્થય, સુખ-શાંતિ તેમજ પતિના વ્યકવસાયમાં કોઇ અડચણ ન આવે તેવા હેતુથી વ્રતના દિવસો દરમિયાન ઉપવાસ કરતી, કાં તો ચોક્કસ પ્રકારનો ફળાહાર આરોગી વ્રત પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે.સાથે જાગરણની વાત કરીએ તો પોતાના સગા-સંબંધી, પરિવારજનો સાથે આખીરાત શેરી રમતો,ગંજીપાનાની રમતો,રાસ-ગરબાના જેવા વિવિધ કાર્યક્રમો યોજી જાગરણ કરતી.
આજે પણ પરંપરા મુજબ વ્રત કરવાની રીત-ભાત કયાંકને કયાંક તો જળવાઇ રહી છે.સાથે-સાથે આમૂલ પરિવર્તન આવ્યું છે.અગાઉ યુવતીઓ ‘સારો વર'મેળવવાના હેતુથી વ્રતો કરતી જયારે આજે ‘યુવતીઓ....'મોર્ડન દેખાતી યુવતીઓ, મિત્રો સાથે ટોળા ટપ્પાંત મારવા, હરવા-ફરવા જવું, આખી રાત જાગીને મનોરંજન મેળવવા થિયેરટરમાં ફિલ્મા જોવા જવું, સોશ્યોલ સાઇટ ઉપર ફ્રેન્સ્, ર સાથે ચેટિંગ કરવું, કાં તો સારી ખાણી-પીણીની દુકાનોમાં કલાકો રાહ જોઇને પણ સારી ફરાળી વાનગીઓ મન મૂકીને આરોગવી આવા વિવિધ ઉદ્ેશો સાથે વ્રત રહીને મનોરંજન મેળવવાનો મહિમા પણ વધ્યોન છે.
વ્રતનો અર્થ નિયમપૂર્વક આરવાનું કરવા-ન કરવાનો ધાર્મિક નિヘય સ્વેનચ્છારથી જે નિયમ ધારણ કર્યો હોય તેનું નામ તે વ્રત. સમગ્ર શ્રાવણ માસમાં આવતા વિવિધ જાગરણ વ્રતમાં યુવતીઓ-મહિલાઓ કેવી પ્રણાલીથી વ્રત કરે છે, તે કરવાથી શું ફળ પ્રાપ્તધ થાય છે, તે વિગતવાર જોઇએ...
ગૌરી વ્રત
ગોરમાનો વર કેસરીઓ
નદીએ નહવા જાય રે ગોરમા....
નદીઓનાં ડહોળાં પાણી,
સરવર ઝીલવા જાયરે ગોરમા...
ઝીલી ઝીલી ઘેર પધાર્યા,
મોતીડે વધાવ્યાંધ ગોરમાં...
આવા વિવિધ અને ખૂબ જ સરસ વ્રતના ગીતો ગાયને અષાઢ સુદ અગિયારશના દિવસે શરૂ થતા ગોૈરીવ્રતને કુંવારિકાઓ પાંચ દિવસ રહીને છેલ્લા દિવસે જાગરણ કરી પૂર્ણ કરે આ વ્રત કરવાથી કુમારિકાને શ્રેષ્ઠં પતિ મળે, સૌભાગ્યર સાથે સંપતિ સાંપડે છે.તે હેતુથી વ્રત કરવામાં આવે છે.
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી વ્રત શરૂ થાય છે વ્રત કરનાર જીવંતિકાદેવીનું પૂજન કરી તેને ધરાવેલો પ્રસાદ દિવસમાં એક જ સમયે આરોગે છે વ્રતના દિવસ દરમિયાન મહિલાઓ માત્ર લાલ વષાો જ પહેરે છે.ઘરમાં સુખ-શાંતિ અને પતિના વ્ય્વસાયમાં અડચણ ન આવે તેવા હેતુથી આ વ્રત કરવામાં આવે છે.
ફૂલ કાજળી વ્રત
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
એવરત-જીવરત વ્રત
નવી પરણેલી વહુ પરણ્યાસ પછી પહેલા અષાઢ વદ તેરશથી વ્રત લે અને અમાસને દિવસે પુરૂં કરે છે.એ દિવસે વહેલી સવારે એવરત-જીવરત ગામની દેવીઓનું પૂજન કરે છે.દિવસે માત્ર ફળાહાર લઇને રાત્રે જાગરણ કરે છે.આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે.આ વ્રત પતિના દીધાર્યું માટે રહેવામાં આવે છે.
જીવંતિકા વ્રત
તો આવો જાણીએ વિવિધ વ્રતને કેવી રીતે ઉજવવામાં આવે છે, અને વ્રત કરવા કે ન કરવા, તે અંગેના મંતવ્યો ની એક ઝલક
હાલના સમય મુજબ યુવતીઓનો એક વર્ગ એવો પણ છે, કે જે અનુષ્ઠાન,ઉપવાસ, વ્રત કરે છે, જયારે બીજી બાજુ જોઇએ તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી યુવતીઓ વ્રત નથી કરતી, તેણી વ્રત કરવાને ‘ઇડિયટ'માને છે.
નિકિતા જોષી, એવું માનું છે કે, વ્રત ન કરવા જોઇએ. કારણ કે એવી માન્યાતા છે કે વ્રત કરવાથી સારો વર અને સારું ઘર મળે છે. પરંતુ મનુષ્ય નો જન્મે થાય ત્યાલથી જ તેનું નસીબ લખાયેલું હોય છે.તેથી વ્રત કરીએ કે ન કરીએ નસીબમાં જે છે.એજ મળવાનું છે.
પહેલાના જમાનામાં એવું કહેતા હતા વ્રત કરવાથી સારો વર પ્રાપ્ત થાય છે. પરંતુ એવું હોય કે ના હોય પણ વ્રતી રહેવાથી મનને શાંતી મળે છે. અને ભગવાન પરનો વિશ્વાસ રહે છે.આમ તો વિશ્વાસથી મોટી બીજી કોઇ શકિત નથી વ્રત કરવાથી એવો વિશ્વાસ આવે છે કે મને આ વસ્તુ મળશે પરંતુ વિશ્વાસ એ જ મોટી તાકાત છે અને તેનાથી મન પ્રફુલ્લીત રહે છે અને તબીયત સારી રહે છે તેમ ઘણા લોકોનું માનવાનું છે તેમ બારડ ઋષિતાએ જણાવ્યું હતું.
દાફડા આશા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે,ગુજરાતમાં પ્રથા છે કે વ્રત કરવા જોઇએ કેટલાક લોકો આને એક મજાની રીતે કરે છે તો કેટલીક ગર્લ્સં પોતાની ફીટનેશ જાળવી રાખવા માટે કરે છ.ે પરંતુ અત્યાતરની યુવાપેઢીમાં એક શોખ બની ગયો છે.માટે જો શ્રધ્ધાકથી કરવામાં આવે તો કરવું જોઇએ પણ જો એને એક શોખ રીતે કરવામાં આવે તો ઇ ન કરવું જોઇ.
પ્રાચીન યુગથી વ્રતનો મહિમા છે અને એ વ્રતસ્ત્રીઓ મોટાભાગે પોતાના પતિને મેળવવા અથવા તેમની લાંબી આયુષ્યન માટે અથવા તો પોતાના ભાઇ માટે પણ વ્રત રહે છે. જોષી ખ્યાનતિએ કહ્યું હતું કે, સવાલ એ છે કે મોટાભાગેસ્ત્રીઓ જ આખો દિવસ મોળું આહાર લે છે અથવા તો ભોજન જ નથી લેતી તેઓ ઉપવાસ કરે છે કારણે કે પ્રાચીન યુગથી સ્ત્રીઓ સહનશીલતાની મુર્ર્તિ છે.પણ ધીરેધીરે આ વ્રતનો મહિમા ઘટતો રહ્યો છે.કારણ કે આજના યુગમાં વ્રત પરથી વિશ્વાસ ઘટતો રહ્યો છે.
પણ મારા મત મુજબ આ વ્રતમાં જો વિશ્વાસ હોય તોજ રહેવું જોઇએ.કારણ કે વિશ્વાસ અને શ્રદ્ધા હશે તો દરેક વ્રતનું ફળ મળે જ છે.બાકી તો જે નસીબ માં હોય અથવાતો પહેલા જન્મકનું જ ફળ મળે છે.
આજના આધુનિક યુગમાંસ્ત્રીઓ પણ પુરૂષોની સાથો સાથ પગભર થઇને ચાલે છે. એટલે પુરૂષોએ પણસ્ત્રીઓનુ માન જાળવીને પોતે પણ વ્રત કરવુ જોઇએ. તેમ જણાવતા વડગામા ભાવિના કહે છે કે, આતો પુરૂષો ખાઇ-પી ને જલસા કરે અનેસ્ત્રીઓ બીચારી ઉપસાવાસ, આરાધના કરી અને જાગરણ કરે ખાસ તો પુરૂષની પણ ફરજમાં આવે છે કેસ્ત્રીની સાથે જો તે પણ વ્રત કરે તોજસ્ત્રીએ હવે તેના માટે વ્રત કરવું જોઇએ.
મિતલ લાથીયાએ જણાવ્યુંર હતું કે, આપણો દેશ ધર્મ-માન્યીતામાં માને છે કે વ્રત રહેવાથી સારો અને મનગમતો પતિ મળે છે.આ માન્યુતા વર્ષોથી ચાલી આવે છે.જે માન્યમતા હું સાચી માનું છું કેમકે માન્યેતા કયાંક ત્ય થ્યવ વગરની હોતી નથી. અને આધુનિકરણ યુગ પ્રમાણે આજે કોઇ વ્રત રહેવું એ ખાલી જૂની વીચાર સરણી મનાઇ છે.તો એ ઘણે અંશે સાચું પણ છે. કેમેક ખાલી કન્યાે કેસ્ત્રીને જ સારા વરની જરૂર નથી પરંતુ વરને પણ સારી સુંદર,સુશિલ કન્યાની જરૂર છે.તો એને પણ સાથે વ્રત કરવું જરૂરી છે.ત્યારે જ એ સફળ મનાઇ છે.