મોટાભાગના લોકોને એ જાણ નથી હોતી કે વિવાહ પછી આવનારા શ્રાવણમાં યુવતીઓ પોતાના પિયર આવે છે. હિન્દુ ધર્મ મુજબ આ પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલી આવી રહી છે. પણ ઘણા એવા લોકો હશે જેમને આ પરંપરા પાછળનુ અસલી કારણ જાણ નહી હોય. કેટલીક માન્યતાઓ મુજબ આ પરંપરાનુ પાલન કરવાથે એપુત્રીના પિયર અને સાસરિયા બંનેમાં ખુશહાલી કાયમ રહે છે. તો આવો આજે જાણીએ કે આ પરંપરા પાછળનુ અસલી કારણ શુ છે.
એવુ કહેવાય છે કે પુત્રીઓનુ ભાગ્ય ઘરના ભાગ્યને નિયંત્રિત કરે છે અને અનેકવાર પુત્રીઓની વિદાય પછી ઘરની સ્થિતિ ખરાબ થઈ જાય છે. એવુ કહેવાય છે કે જો કોઈ ઘરમાં પુત્રીના લગ્ન પછી ઘરની હાલત ખરાબ થઈ જાય તો શ્રાવણના મહિનામાં પુત્રીના પિયર આવતા કેટલાક વિશેષ પ્રકારના ઉપાય કરવાથી ઘર અને જીવનની તમામ સમસ્યાઓનો હલ લાવી શકાય છે.
શ્રાવણના મહિને પુત્રી પિયર આવે ત્યારે કરો આ ઉપાય
પુત્રી ઘરમાં આવતા તેના હાથે તુલસીનો એક છોડ લગાવડાવો. જેટલા પણ દિવસ તમારી પુત્રી ઘરમાં રહે નિયમિત રૂપથી સાંજે તુલસીની નીચે દીવો પ્રગટાવો. ત્યારબાદ પુત્રી પાસેથી ઘરની સુખ શાતિ માટે પ્રાર્થના કરાવો.
સંપત્તિ સંબંધિત પરેશાની હોય તો કરો આ ઉપાય..
- પુત્રી ઘરમા આવ્યા પછી કોઈ એક મંગળવારે તેના હાથમાંથી ગોળ લઈ લો. એ જ દિવસે ગોળને માટીના વાસણમાં મુકીને માટીમાં દબાવી દો. આ ઉપાયને કરવાથી જલ્દી જ મકાન અને સંપત્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે.
વધતા કર્જને રોકવા માટે શ્રાવણમાં કરો આ ઉપાય
પુત્રીના ઘરે આવ્યા પછી કોઈ પણ બુધવારે આ ઉપાય કરો. પુત્રીના હાથે એક સોપારી લો. સોપારીને રક્ષા સૂત્રમાં લપેટેલી હોવી જોઈએ. આ સોપારીને પૂજાના સ્થાન પર પીળા કપડામાં મુકી દો. તમારુ કર્જ ઉતરવુ શરૂ થઈ જશે.
ઘનની સમસ્યામાંથી છુટકારો મેળવવા કરો આ ઉપાય
પુત્રી ઘરે આવ્યા પછી કોઈપણ સોમવારે સવારે આ ઉપાય કરો. પુત્રીને સંપૂર્ણ શ્રૃંગારમાં બેસાડો. સામે તમારી પત્ની સાથે પોતે બેસો. પુત્રીના હાથે એક ગુલાબી કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો લો. ગુલાબી કપડામાં તેને ચોખા અને સિક્કા બાંધીને તમારી તિજોરીમાં મુકો. પુત્રીના ચરણ જરૂર સ્પર્શ કરો.