. ભારતના 130 કરોડથી વધુ લોકો માટે બુધવાર 5 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. ખાસ એ માટે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય અને વિશાલ મંદિરની આધારશિલા મુકવા માટે ભૂમિ પૂજન સંપન્ન કર્યુ. દુલ્હનની જેમ સજાવેલી અયોધ્યાની રંગત આજે ખૂબ જ ખાસ છે અહી લાખો દીવા પ્રજવલ્લિત કરીને બે દિવસ દિવાળી ઉજવાઈ.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રામ મંદિર ના પરિસરમાં પારિજાતનો છોડ પણ લગાવ્યો છે. આ છોડ કોઈ સામન્ય છોડ નથી. આ છોડ વિશે કહેવાય છે કે પારિજાતનો છોડ દેવરાજ ઈંદ્ર એ સ્વર્ગમાં લગાવ્યો હતો. આ છોડ પર સફેદ રંગના ફુલ આવે છે, જે નાના હોય છે. તેની પર આવનારા ફુલ અન્ય ફુલોથી જુદા હોય છે. આ ફુલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ ખરી પડે છે. ઉલ્લેખનીય છે કે પારિજાત ફુલ પશ્ચિમ બંગાળનુ રાજકીય ફુલ પણ છે.
- પારિજાત ધામ આસ્થાનુ કેંદ્ર છે. શ્રાવણ મહિનામાં અહી શ્રદ્ધાળુઓનો મેળો લાગે છે.
- આ ઔષધીય છોડ હિમાલયની નીચે નીચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે. પારિજાતનુ ઝાડ 10થી 15 ફીટ ઊંચુ હોય છે. જઓ કે ક્યાક ક્યાક તેની ઊંચાઈ 25 થી 30 ફીટ પણ હોય છે. ઉલ્લેખનીય છેકે પારિજાતની જેમ અહી બનનારુ શ્રી રામ મંદિરનુ પણ પોતાનુ વિશેષ મહત્વ છે. સોશિયલ મીડિયા પર લોકો બધા દેશવાસીઓને આ દિવસ માટે શુભેચ્છા આપી રહ્યા છે.