Anant Chaturdashi 2023 Upay : દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાય છે. આ દિવસે વિષ્ણુના વિરાટ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાની વિદાયનો દિવસ છે. હિન્દુ માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ 14 લોકોના સંરક્ષણ માટે 14 રૂપ લીધા હતા. કહેવાય છે કે અનંત ચતુર્દશીના દિવસે સાચી શ્રદ્ધા-ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો તે પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર કૃપા કાયમ રાખે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ધર્મ-કર્મ કાર્યો, પૂજા ઉપાસનાથી શુભ ફળોની પ્રાપ્તિ થય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આવા કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે.