ધન-સ્‍વભાવની ખામી
ધન રાશીની વ્‍યક્તિમાં અભિમાન જોવામાં આવે છે, જે તેમનો મોટો શત્રુ છે. આ અભિમાન તેમને પોતાની ભુલનો સ્‍વીકાર કરવામાં બાધક બને છે અને રોવાના સમયે હસવા મજબુર કરે છે. તેઓ નિયંત્રણ ખોઇ બેસે ત્‍યારે ખાન-પાન અને હૃદયની બાબતમાં બધી સીમાને પાર કરે છે. જે કંઇ પણ તેમની પાસે છે તેમનો ગર્વ તેમને હોય છે. તેમની ઉદારતા ઘણી વખત તેમને વિશ્વાસઘાત અપાવે છે. તેમની ઇચ્‍છા વિશિષ્‍ટ બનવાની હોય છે. જાગૃતી અને સાવધાનીથી કામ ન કરવાથી તે મુશ્કેલીમાં પડે છે. ઉપાય- કાંસુ, ચણાની દાળ, ખાંડ, ઘી, પીળુ વસ્‍ત્ર, પીળુ ફુલ, હળદર, પુસ્‍તક, ધોડો, પીળુ ફળ વગેરેનું દાન લાભકારક છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.

રાશી ફલાદેશ