ધન-લગ્‍ન અને દાંપત્ય જીવન
"ધન રાશિની વ્‍યક્તિને પોતાની પત્‍ની સંતોષી, ગુણવાન, મહેનતુ, શાંત અને ભાગ્યશાળી મળે છે. લગ્નજીવન સુખી હોય છે. ધન રાશિનો પુરૂષ નારીને નારીત્‍વનો અનુભવ કરાવે છે. તેઓ સ્‍ત્રીને મહાન બનાવાની આશા રાખે છે અને નિર્ણયાત્‍મક રીતે કામ કરે છે. તેમને સંકુચિત વિચારક જીવનસાથી પસંદ નથી. તેઓને મુખ્‍યત્‍વે પ્રેમ કરવો અને પામવો જોઇએ છે. ધન રાશિના પુરૂષને વધારે સ્‍વતંત્રતા જોઇએ છે. તેઓ પોતાની પત્‍નીને પોતાના સ્‍તર સુધી લાવવાની આશા રાખે છે. હાવ ભાવથી તેમને સરળતાથી વશમાં કરી શકાય છે.તેઓને સાહસી અને પ્રગતીશાળી સાથી પસંદ છે. સ્‍વાવલંબી ‍સ્‍ત્રી તેમને વધુ પસંદ છે. ધન રાશિ અગ્નિ તત્‍વની છે છતાં પણ તેઓ પ્રેમની બાબતમાં વિનમ્ર હોય છે. બદલામાં તેઓને ફક્ત પ્રશંસા જોઇએ છે. તેમના જીવનમાં પ્રેમ અને વિવાહના વધારે પ્રશંગો આવી શકે છે. આ રાશિના જાતકને ચૈત્ર, શ્રાવણ, જ્યેષ્‍ઠ અથવા માગશર મહિનામાં જન્‍મેલા સાથે લગ્‍ન કે મિત્રતા ફળદાયક રહે છે."

રાશી ફલાદેશ