ધન- ઘર - પરિવાર
ધન રાશીને બાળપણમાં કષ્‍ટ પડે છે અને બાદમાં સુખ ભોગવે છે. તેઓ પોતાના પરિવાર અને મોટા લોકોને માન આપે છે. સમાજનો સુધારો કરવાની પૂર્ણ ઇચ્‍છા હોય છે. બીજાને શિખામણ આપવી ગમે છે. તેમને માતા-પિતા કે સાસુ-સસરા માંથી કોઇ એક સાથે મતભેદ રહે છે. પોતાના મોટા સંતાન બાબતની ચિંતા રહે છે. તેમને ભાઇ-બહેન ઓછા હોય છે. અને તેમાંથી એકનું અલ્‍પઆયુમાં મૃત્‍યું થાય છે. કોઇ એક મિત્રથી વધારે નુકશાન થવાની શક્યતા રહે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઇ, અને મિલનસાર સ્‍વભાવથી દેશ અને વિદેશમાં ઘણા મિત્રો બનાવે છે.

રાશી ફલાદેશ