ધન-આજીવિકા અને ભાગ્ય
ધન રાશીની વ્‍યક્તિ વકીલાત, સંપાદક, ટાઇપિસ્‍ટ, પ્રસારણ અધિકારી, જનસંપર્ક, ટેકનીકલ અને શારી‍‍રિક શિક્ષણના શિક્ષક તરીકે યોગ્ય સિદ્ધ થાય છે. પ્રકાશનના રૂપમાં તેમને વધારે સફળતા મળે છે. લેખન પણ માન-સન્‍માન અને ધન આપે છે. તેઓ અભિનેતા પણ બની શકે છે. રાજનીતિજ્ઞ, મંત્રી નેતા અને વ્યવસ્‍થાપકના કામ સારી રીતે કરી શકે છે. તેઓ વેદાન્‍તી, જ્યોતિષ, કાનૂનજ્ઞ બની શકે છે. તેઓ શસ્‍ત્રોમાં નિપુર્ણ હોય છે માટે લશ્‍કરમાં સારી સફળતા અને યશ મળે છે. બીજાની નીચે કામ કરવામાં તેઓ અસમર્થ છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર, પૂર્વ કે દક્ષિણ દિશામાં હોય તેમાં નિવાસ કરવો શુભ છે. મકાનની પાછળ મેદાન હોય કે બે-ત્રણ માળનું બહુમાળી મકાન હોય તો તે સારૂ છે. સામાન્‍ય રીતે ધન રાશી, યાત્રા, કાયદો અને પ્રકાશનના કાર્ય આજીવિકાના ઉપયુક્ત સાધન સિદ્ધ થાય છે. આ રાશીવાળાઓને આત્મ પ્રકાશન માટે વિકાસ જોઈએ. તેઓ વિવરણોથી કદી કંટાળો અનુભવતા નથી. આ રાશીને ૧૪ થી ૨૧ વર્ષ સુધી, ૩પ થી ૪૨ વર્ષ સુધી તથા પ૬ થી ૬૩ વર્ષ સુધીના આયુષ્ય વચ્ચે સ્વાસ્થય સંબંધિત વિશેષ સાવધાની રાખવી જોઈએ. ૨૮ થી ૩પ તથા ૪૨ થી ૪૯ ના આયુષ્ય સુધીનો સમય તેમના માટે સર્વશ્રેષ્ઠ રહે છે. પ૭ થી ૬૩ વર્ષનું આયુષ્ય વચ્ચે અગાઉ કરવા વધારે ભાગ્યોદય થાય છે અથવા પુન: જીવન કષ્ટમય બની જાય છે.

રાશી ફલાદેશ