Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલના પરમ મિત્ર ડોક્ટર હંસરાજ હાથીનુ નિધન

સોમવાર, 9 જુલાઈ 2018 (14:04 IST)
. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સુપરહિટ કેરેક્ટર ડો. હંસરાજ હાથી મતલબ કવિ કુમાર આઝાદનુ નિધન થઈ ગયુ છે.  કોમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં ડો. હંસરાજ હાથી ગોકુળધામ સોસાયટીના એવા સભ્ય હતા, જેને દરેક પ્રેમ કરતુ હતુ.  અને તે દર્શકો સહિત સમગ્ર સોસાયટીના ફેવરેટ હતા.  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં કવિ કુમાર આઝાદ ડો. હાથીના પાત્રમાં હતા અને તેઓ હંમેશા ખાવાના દિવાના રહેતા હતા. શો માં તેઓ ડોક્ટર હતા પણ ઓવરવેટ ડોક્ટર હતા. તેમને દરેક લોકો ખૂબ પ્રેમ કરતા હતા. કવિ કુમાર આઝાદનુ નિધન હાર્ટ એટેકને કારણે થયુ છે અને જે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ ઘરે જ હતા. 
 
શો સાથે જોડાયેલ સૂત્રો મુજબ કવિ કુમાર આઝાદનુ આજે સવારે જ પ્રોડ્યૂસરની પાસે ફોન આય્વો હતો અને તેમણે કહ્યુ હતુ કે તેમની તબિયત સારી નથી તેથી તેઓ આજે શો પર નહી આવી શકે. પણ થોડીવાર પછી આ ખરાબ સમાચાર આવી ગયા. શો સાથે જોડાયેલ સૂત્રો જણાવે છે કે તબિયત ખાર્બ હોવા છતા તેઓ શો પર આવતા હતા. તેઓ શો ને ખૂબ પ્રેમ કરતા હતા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 10 વર્ષ પૂરા કરવા જઈ રહ્યુ છે. તેથી આજે સેટ પર તેમને લઈને એક મીટિંગ પણ હતી. પણ એ પહેલા આ ખરાબ સમાચાર આવી ગયા. 
 
કવિ કુમારને અસલી ઓળખ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા મળી. કવિ કુમાર આઝાદ તેમના નામ પરથી જ દેખીતુ છે કે તેઓ કવિ હતા અને જ્યારે તેઓ એક્ટિંગમાં બીઝી નહોતા તો કવિતાઓ લખ્યા કરતા હતા. શો માં તેઓ સમગ્ર ગોકુલ ધામ સોસાયટી સાથે ખૂબ જ મિલનસાર રહેતા હતા. ઓડિયંશમાં ખાસ કરીને બાળકોમાં તેઓ ખૂબ લોકપ્રિય હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર