બુરાડી કેસ CCTV રહસ્ય - પાણીનો રંગ બદલાશે અને હુ પ્રગટ થઈને બધાને બચાવી લઈશ પણ...

ગુરુવાર, 5 જુલાઈ 2018 (10:38 IST)
બુરાડીમાં 11 લોકોની ફંદા સાથે લટકીને થયેલ મોત વિશે ક્રાઈમ બ્રાંચે કહ્યુ છેકે આ દુર્ઘટના હતી જે સામુહિક આત્મહત્યામાં બદલાઈ ગઈ. પરિવારને વિશ્વાસ હતો કે તેઓ લોકો જ્યારે સામુહિક રૂપે આત્મહત્યા કરવાની કોશિશ કરશે તો તેમનુ મોત નહી થાય પણ પૂજા વિધિ હેઠળ કપમાં મુકેલા પાણીનો રંગ બદલાય જશે અને પિતા પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.  પોલીસ મુજબ બધુ દુર્ઘટનાવશ થયુ કારણ કે રજિસ્ટરમાં લખ્યુ હતુ કે આ પ્રક્રિયા પછી હાથ ખોલવાના હતા.  રજિસ્ટરમાં લખ્યુ છે તેમને વિશ્વાસ હતો કે આ પ્રક્રિયાથે તેમની શક્તિઓ વધી જશે અને પૂજા ખતમ થતા જ બધાએ એકબીજાને હાથ ખોલવામાં મદદ કરવી પડશે. આ વાતો ક્રાઈમ બ્રાંચને 30 જૂનના રોજ ડાયરીમાં લખેલા અંતિમ શબ્દો અને ઘટના પર મળેલ સીસીટીવી ફુટેજ વારા જાણ થઈ છે. 
 
ક્રાઈમ બ્રાંચે ઘરના સીસીટીવીને રિકવર કરી લીધુ છે. જેમા એ રાતની સમગ્ર ઘટનાની સ્ક્રિપ્ટ દેખાય રહી છે.  આ સંબંધમાં તપાસમાં જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે પૂજાની વિધિ 24 જૂનથી શરૂ કરવામાં આવી હતી અને આ પૂજા લલિત દ્વારા કથિત રૂપે પોતાના પર પોતાના મૃતક પિતા ભોપાલ સિંહની આત્મા દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ શરૂ કરવામાં આવી હતી.  ડાયરીના પાન અને સીસીટીવી ફુટેજ મુજબ લલિત અને ટીનાએ સામુહિક આત્મહત્યાની સમગ્ર યોજના બનાવી હતી. જેની માહિતી ઘરની મુખિયા નારાયણી દેવી અને ભૂપેન્દ્રને હતી. કારણ કે ઘરમાં મળેલા રજિસ્ટર પર ચારેયની રાઈટિંગ છે. ક્રાઈમ બ્રાંચે જણાવ્યુ કે 30 જૂન 2018ની અંતિમ એંટ્રી આ ઘટનાનુ રહસ્ય ખોલે છે. ડાયરીમાં અંતિમ એંટ્રીમાં એક પાન પર લખ્યુ છે કે ઘરનો રસ્તો - 9 લોકો જાળમાં રહેશે, બેબી (વિધવા બહેન) મંદિર પાસે સ્ટૂલ પર, 10 વાગ્યે જમવાનો ઓર્ડર આપવામાં આવશે.  મા બધાને રોટલી ખવડાવશે.  એક વાગ્યે ક્રિયા જે શનિવાર-રવિવાર રાત વચ્ચે થશે. બધાના મોઢામાં ભીનુ કપડુ ઠુંસાયેલુ હશે. હાથ બંધાયેલા હશે. 
 
આ પાનમાં એ પણ લખ્યુ છે કે જો બેબી(બહેન) ઉભી ન થઈ શકતી હોય તો તે ઊંઘી શકે છે. જાપ ખતમ થયા પછી લલિતને જ છડીની મદદથી બધાને પૂજા ખતમ થવાનો ઈશારો કરવાનો હતો. ત્યારબાદ બધાએ એકબીજાને ફંદા પરથી ઉતારવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.  તેમા અંતિમ પંક્તિમાં લખ્યુ છે કે કપમાં પાણી તૈયાર રાખજો. તેનો રંગ બદલાશે, હુ પ્રગટ થઈશ અને બધાને બચાવીશ. પણ આવુ ન થયુ અને બધા સામુહિક રૂપે ફાંસી પર લટકી ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર