આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ હતા. તેમણે નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલ તમામ સમસ્યાઓનો હલ બતાવ્યો છે. ચાણક્યનુ માનવુ છે કેટલા સંબંધો એવા હોય છે જેનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ ચાણક્ય કહે છે કે આ સંબંધો દિલ સાથે જોડાયેલા હોય છે. ચાણક્યના મુજબ દિલના સંબંધોને ક્યારેય તોડવાની કોશિશ ન કરવી જોઈએ.
ચાણક્ય કહે છે કે જે લોકો તમારા ખરાબ સમયમાં તમારો સહારો બનીને તમારી સાથે ઉભા રહે છે, તેમનો સાથ જીવનમાં ક્યારેય ન છોડવો જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ તમને દરેક સમયે સન્માન આપનારા લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ.
દુ:ખના સમયે થાય છે સંબંધોની પરીક્ષા
ચાણક્ય મુજબ સુખમાં વ્યક્તિ ક્યારેક પોતાના સંબંધોને ઓળખી શકતો નથી. નીતિશાસ્ત્ર મુજબ સંબંધોની ઓળખ ખરાબ સમયમાં જ થાય છે. ચાણક્ય કહે છે કે ખરાબ સમય આવતા સેવક, મિત્ર અને પત્નીની ઓળખ થાય છે.
જે તમને હંમેશા આપે સાથ તેમનો ક્યારેય ન છોડશો હાથ
ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં સાથ નથી છોડતો. તેનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. જે વ્યક્તિ તમને દિવસ રાત મદદ માટે તૈયાર રહે છે તેનો હંમેશા સાથ બનાવીને રાખવો જોઈએ.