જાન હૈ તો જહાન હૈ.. આ કહેવત તમે સૌએ અનેકવાર સાંભળી હશે. તેનો અર્થ છે કે આપણુ શરીર રોગમુક્ત છે તો દુનિયાના બધા સુખ તમારી પાસે છે. શરીર અસ્વસ્થ થતા આપણે કોઈપણ કામ કરી શકતા નથી. લક્ષ્યને મેળવવા માટે આપણે આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જરૂર છે. ચાણક્ય કહે છે કે દરેક કોઈને પોતાના આરોગ્યના પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવુ જોઈએ. આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં આહાર સાથે જોડાયેલ કેટલાક નિયમોનો ઉલ્લેખ કર્યો છે. જેનુ પાલન કરવાથી બીમારીથી તમારો બચાવ કરી શકાય છે.
राग बढत है शाकते, पय से बढत शरीर
घृत खाये बीरज बढे, मांस मांस गम्भीर।
આ લાઈનમાં આચાર્ય કહે છે કે શાક ખાવાથી રોગ વધે છે. દૂધ પીવાને શરીર બળવાન થાય છે. ઘી ખાવાથી વીર્ય વધે છે અને માંસ ખાવાથી શરીરમાં માંસ વધી જાય છે. તેથી આહારના નિયમોનુ ધ્યાન રાખવુ જોઈએ.
गुरच औषधि सुखन में भोजन कहो प्रमान
चक्षु इंद्रिय सब अंश में, शिर प्रधान भी जान।