લ્યો બોલો સીએમ બન્યાં શિક્ષક, ક્લાસરૂમમાં શિક્ષણનું મૂલ્યાંકન કર્યું

શનિવાર, 7 એપ્રિલ 2018 (11:17 IST)
વલસાડના ચીખલા ગામ ખાતે ગુણોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળાના મૂલ્યાંકન માટે આવ્યાં હતાં. ધમડાચી ખાતે હેલિપેડથી સીધા મુખ્યમંત્રી રૂપાણી શાળામાં આવી બાળકોને આવકારી ક્લાસરૂમમાં શિક્ષણનું મૂલ્યાંકન કર્યું હતું. બાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા કહ્યું હતું કે, મુલ્યાંકનના કાર્યક્રમમાં જનતા અને સરકારનું સમગ્ર તંત્ર જોડાયું છે. અને આ મૂલ્યાંકનને ઉત્સવ બનાવી દીધો છે. ચીખલા ગામની શાળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાદાન આપે છે જેથી તેની જવાબદારી પણ મોટી છે. અગાઉના સમયમાં શાળાના ઓરડા નહોતા. શિક્ષકો નહોતા. જ્યારે આજે પરિસ્થિતિ જુદી છે. સરકારે બજેટમાં 25 હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે. અને અગાઉના સમયમાં પાંચ શાળા ગુણોત્સવમાં જોડાઈ હતી. જ્યારે આજે આંકડો બે હજારથી વધુએ પહોંચ્યો છે. શિક્ષકોની જવાબદારી છે કે શાળાને ઉપરના ગ્રેડમાં લઈ જાય. આ શાળા બી ગ્રેડની છે. આવતા વર્ષે એ ગ્રેડ અને એ પ્લસ ગ્રેડ મેળવે તેવી વાત સીએમએ વધુમાં કરી હતી.મુખ્યમંત્રીએ ક્લાસરૂમમાં જઈને શિક્ષણનું મુલ્યાંકન કર્યું હતું. ટીચર બનેલા રૂપાણીએ બાળકોને સવાલોકરવાની સાથે સાથે નડતી સમસ્યાઓ વિષે પણ પ્રશ્નો કર્યા હતાં. ક્લાસ ટીચરની અદામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકો સાથે સમય પસાર કરવાની સાથે સાથે યોગ ધ્યાન અને ભણતર અંગેનું મહત્વ પણ સમજાવ્યું હતું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર