તેમણે મેચમાં 144નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો તો બીજી બાજુ ક્લીન એંડ જર્કમાં 173નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો. કુલ મળીને તેમનો સ્કોર 317 રહ્યો. ખાસ વાત એ રહી કે તેમને ક્લીન એંડ જર્કમાં ત્રીજા પ્રયાસની જરૂર પડી નહી. બીજી બાજુ આ મુકાબલામાં ઈગ્લેંડના જૈક ઓલિવરને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. તેમણે કુલ 312 અંક મેળવ્યા. ઓસ્ટ્રેલિયાના ફ્રાંકોઈસ ઈટુઉંડીએ 305ના કુલ સ્કોર સાથે કાંસ્ય પદક મેળવ્યો.