ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

બુધવાર, 23 ઑક્ટોબર 2024 (15:56 IST)
Bhupendra Patel-  1 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસતા અભિયાન યોજાયું હતું જેમાં એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સક્રિય સભ્ય હોય તે ભાજપના મેન્ટેડ ઉપરથી ચૂંટણી લડી શકે છે.
 
ગુજરાતમાં સક્રિય સભ્ય બનાવવા માટે ભાજપે ત્રણ લોકોની કમિટીનું ગઠન પણ કર્યું છે. જેમાં ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યા તેમજ પૂર્વ મેયર બીજલબેન પટેલ નો સમાવેશ કમિટીમાં કરવામાં આવી રહ્યો છે.
 
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલની ઉપસ્થિતિમાં ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે.
 
ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપની સક્રિય સદસ્યતા લીધી હતી.
 
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે ભાજપની સક્રિય સદસ્યતા ગ્રહણ કરી હતી.
ભાજપે હાલ સક્રિયતા સદસ્ય નોંધણી ડ્રાઇવ ચલાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર