ICC ODI Ranking: પાકિસ્તાને વધુ ખુશ થવાની જરૂર નથી, એક જ દિવસમાં છીનવાઈ જશે ODI નંબર વનનું સ્થાન

શનિવાર, 6 મે 2023 (08:18 IST)
IPL 2023 ની વચ્ચે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ચાર મેચ રમાઈ છે. આ તમામ મેચ જીતીને પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન નંબર 1 બનતાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો એટલા ખુશ થઈ ગયા કે જાણે ODI વર્લ્ડ કપ જીતી લીધો હોય. ત્યાંના ચાહકોએ તો ભારતને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હવે તેમને કોણ સમજાવે કે ભારત ઘણી વખત ICCની ODIમાં નંબર વનના સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેમના પ્રશંસકો લાંબા સમય સુધી આનંદ કરી શકશે નહીં કારણ કે તેમની ટીમ ફરી એકવાર ODI રેન્કિંગમાં નીચે આવી શકે છે.
 
એક દિવસમાં  છીનવાઈ જશે નંબર 1નો તાજ
 
ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચતા જ પાકિસ્તાનમાં બેઠેલા ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે માત્ર એક દિવસની અંદર જ તેની ટીમ ફરીથી ODI રેન્કિંગમાં ત્રીજા નંબર પર આવી જશે. ઉલ્લખનીય છે કે  પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પાંચમી અંતિમ ODI હજુ આવવાની બાકી છે. જો પાકિસ્તાન આ હારે છે તો ફરી એકવાર તેની ટીમ ત્રીજા સ્થાને પહોંચી જશે. બંને ટીમો વચ્ચે આગામી મેચ 07 મેના રોજ રમાશે. આવી સ્થિતિમાં તેમની આ ખુશી માત્ર એક દિવસ માટે જ હોઈ શકે છે.
 
બાબર આઝમ માટે  બહુ મોટી વાત
 
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ માટે આ મોટી વાત છે કે તેની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. વર્ષ 2005માં પ્રથમ વખત ICCએ રેન્કિંગ સિસ્ટમ રજૂ કરી હતી. ત્યારથી આજ સુધી પાકિસ્તાનની ટીમ આમાં ક્યારેય નંબર 1 પર પહોંચી શકી નથી. આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાનની ટીમ આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન અને તેમના કેપ્ટન માટે આ ઉજવણીનો વિષય છે.
 
ક્લીન સ્વીપના કગાર પર ન્યુઝીલેન્ડ ટીમ 
 
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ ODI શ્રેણી પહેલા રેન્કિંગ પર નજર કરીએ તો પાકિસ્તાનની ટીમ 106 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતી. આ સાથે જ કીવી ટીમ બીજા નંબર પર છે, પરંતુ હવે પાકિસ્તાન નંબર વન પર પહોંચી ગયું છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ હવે પાંચમા નંબર પર છે. ન્યૂઝીલેન્ડને પાકિસ્તાન સામે ક્લીન સ્વીપથી બચવા અને તેને ODI રેન્કિંગમાં નંબર 1 પરથી હટાવવા માટે તેની છેલ્લી મેચ જીતવી પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર