શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.