Shiv Puja- શિવ પૂજા સામગ્રી

સોમવાર, 31 જુલાઈ 2023 (07:27 IST)
શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારનો દિવસ સર્વોત્તમ ગણાય છે. આ દિવસે પૂર્ણ વિધિ-વિધાનથી કરી પૂજા અને શિવને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવાથી ખાસ કૃપા મળશે. શ્રાવણ સોમવારે ભગવાન શિવને કાચું દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજળ વગેરે પંચામૃત અર્પિત કરવું. આવુ કરવાથી સારુ આરોગ્ય, સૌભાગ્ય, સમૃદ્ધિ મળે છે. તે સિવાય ભોળાનાથેને ભાંગ, ખાંડ, કેસર, ચંદન, બિલીપત્ર, ધતૂરો, ચોખા અને રાખ અર્પિત કરવી. શિવને રુદ્રાક્ષ અર્પણ કરવું અને શ્રાવણ માસમાંમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં તરત જ હકારાત્મક અસર થાય છે. આ સિવાય શમીના પાન, અત્તર, શેરડીનો રસ, સોપારી, લવિંગ, એલચી, ફળો, કપૂર,  કાનેરનો ફૂલ, અર્પણ કરવા જોઈએ. ભોલેનાથને આ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં દરેક સુખ મળે છે.
 
પુષ્પ, પાંચ ફળ, પાંચ મેવા, રત્ન, સોનું, ચાંદી, દક્ષિણા, પૂજાના વાસણો, કુશ આસન, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, પાંચ રસ, અત્તર, ગંધ રોલી, મૌલી જનેઉ, પંચ મિઠાઈ, બિલ્વપત્ર, ધતૂરો, ભાંગ, બેરી, કેરીની મંજરી, જવ, તુલસી, મંદારનું ફૂલ, ગાયનું કાચું દૂધ, શેરડીનો રસ, કપૂર, ધૂપ, દીવો, કપાસ, મલયગીરી, ચંદન, શિવ અને માતા પાર્વતીના શૃંગાર માટેની સામગ્રી વગેરે.  

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર