ભારતીય ક્રિકેટમાં હાહાકાર, 5 ખેલાડીઓ પાસેથી મળી દારૂની 27 બોટલ અને બે પેટી બીયર

સોમવાર, 29 જાન્યુઆરી 2024 (17:08 IST)
Saurashtra Cricket Association U-23 Cricketers: ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘરેલુ ટીમના 5 ખેલાડીઓ સવાલોના ઘેરામાં છે.  આ ખેલાડીઓ પાસેથી એક ઘરેલુ ટૂર્નામેંટ દરમિયાન  દારૂની બોટલ જપ્ત થઈ છે.  આ ખેલાડી સીકે નાયડૂ ટ્રોફીમાં સીકે નાયડૂ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની અંડર-33 ટીમનો ભાગ છે. 
 
સૌરાષ્ટ્રના 5 ખેલાડીઓ પાસે મળી દારૂની બોટલો 
ચંડીગઢ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બિયરના બે કેસ જપ્ત કરવામાં આવ્યા હતા. 25 જાન્યુઆરીએ સીકે ​​નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે સૌરાષ્ટ્રની જીત બાદ આ ઘટના બની હતી. જ્યારે તેઓ ચંડીગઢથી રાજકોટ પરત ફરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે  કે ચંડીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં સામાન  મુકતાપહેલા જ્યારે કીટની તપાસ કરવામાં આવી ત્યારે ટીમના 5 ખેલાડીઓની કીટ સાથે 27 દારૂની બોટલો અને 2 બિયરની પેટી મળી આવી હતી.   જોકે, પોલીસ દ્વારા કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
 
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું  
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે ચંડીગઢમાં એક કથિત ઘટના બની છે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ધ્યાન પર લાવવામાં આવી છે. કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની એથિક્સ/ડિસિપ્લિનરી કમિટી અને એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય શિસ્તના પગલાં લેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર