નવી પોલિસી દ્વારા રાજ્ય સરકાર વણાટ, ગૂંથણ, ડાઇંગ, પ્રૉસેસિંગ અને ઍમ્બ્રોડરી ક્ષેત્રે રોજગાર ઊભા કરવામાં મદદ કરશે. આ માટે મૂડીરોકાણ, વ્યાજ, વીજબીલ સહાય, સ્ટાઇપન્ડમાં સહાય વગેરે જેવી જાહેરાતો કરવામાં આવી છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે તાજેતરની નીતિમાં ગાર્મૅન્ટ, ઍપ્રલ તથા ટેકનિકલ ટેક્સ્ટાઇલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ તથા શહેરી મહિલાઓનાં સ્વસહાય જૂથોની આવક વધે તથા રોજગારીનું સર્જન થાય તે બાબતને ધ્યાને લેવામાં આવી છે.