વ્હેલ અને શાર્ક માછલીના નવા જન્મેલા બચ્ચા માટે ગુજરાતનો દરિયા કિનારો બધી રીતે યોગ્ય હોવાનું પર્યાવરણવાદીઓનું માનવું છે. વ્હેલ શાર્ક બ્રીડિંગ માટે રાજ્યના દરિયા કિનારે આવી રહી છે. સુત્રાપાડા વિસ્તારના માછીમારોએ નવી જન્મેલી શાર્ક વ્હેલ માછલી પકડીને તેને છોડી મૂકી હતી. વર્ષ 2008માં ગુજરાતના દરિયા કિનારેથી વ્હેલ માછલી મળી આવ્યા પછી ગુજરાત વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેમના રક્ષણ માટે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.