લાલૂ પ્રસાદ અને ઓમપ્રકાશ દિવાકરને આઈપીસીની ધારામાં સાત વર્ષની સજા અને 30 લાખ રૂપિયાનો દંડ. બીજી બાજુ પીસી એક્ટની ધારામાં 7 વર્ષની સજા અને 30 લાખ દંડ લગાવ્યો હ્ચે. આવામાં આ બંનેને 14 વર્ષ જેલમાં કાઢવા પડશે. 60 લાખ રૂપિયાનો દંડ આપવો પડશે. આ જ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને છોડી મુકવામાં આવ્યાં હતાં.
અગાઉ સોમવારે રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં. જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યાં હતાં. આ અગાઉ ઘાંસચારા કોભાંડના ત્રીજા કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને ચાઈબાસા કોષાગારમાં ગેરરીતિ આચરવાના કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. અદાલતે બંનેને 5-5 વર્ષની જેલની સજા ફટ્કારી હતી. આ કેસમાં કોર્ટે લાલૂ પ્રસાદને 10 લાખ રૂપિયા અને જગન્નાથ મિશ્રાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.