ડેડિયાપાડામાં12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
ડેડિયાપાડામાં રેકોર્ડ બ્રેક 18 ઇંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહયો હતો. 12 કલાકમાં જ ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.વનરાજીથી ઘેરાયેલાં ડેડીયાપાડા તાલુકામાં બે દિવસથી બારે મેઘ ખાંગા થઇ ગયાં છે. સમગ્ર તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે સવારે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.ડેડીયાપાડા ના મુખ્ય ત્રણે માર્ગો પર પાણી ફરી વળતાં બંધ થઇ ગયાં હતાં. ડેડીયાપાડા નગરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ડેડીયાપાડામાં નવીનગરીના વિસ્તારમાં ચારે તરફથી પાણી ભરાઈ ગયાં હતાં.મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે